Mahemdavad illegal shopping complex scam: મહેમદાવાદમાં એક એવો અદભુત ચમત્કાર થયો છે, જ્યાં સિદ્ધિવિનાયક પ્રાઈમ અને નૈશધદાદા દવાખાનાની સામે આખેઆખું કરોડોનું શોપિંગ કોમ્પ્લેક્સ હવામાં ખડકાઈ ગયું છે!
ગજબની વાત એ છે કે, આ કોમ્પ્લેક્સના બાંધકામની મંજૂરી કે પ્લાન પાસનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ ન તો ઓથોરિટી પાસે છે, ન તો સ્થાનિક નગરપાલિકા પાસે! જાણે આખું બિલ્ડિંગ કોઈ જાદુઈ લાકડી ફેરવીને રાતોરાત ઊભું કરી દેવાયું હોય!
વર્ષ ૨૦૧૮ માં તંત્ર દ્વારા જે જગ્યા પર કાયદેસરનું “સીલ” મારવામાં આવ્યું હતું, તે સીલ કયા ‘વહીવટ’ અને આશીર્વાદના જોરે ગાયબ થઈ ગયું અને કરોડોનું આખું કૌભાંડ આયોજનબદ્ધ રીતે આચરી દેવાયું, તે મહેમદાવાદની જનતા સારી રીતે સમજે છે.
જ્યારે સામાન્ય માણસ એક નાનું મકાન બનાવે તો તંત્ર નોટિસો ફાડે છે, ત્યારે બિલ્ડરો અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતમાં આખેઆખા ગેરકાયદેસર કોમ્પ્લેક્સો કેમ ઊભા થઈ જાય છે? કાયદાની આંખમાં ધૂળ નાખનારાઓ સામે હવે કાનૂની ગાળિયો મજબૂત થઈ રહ્યો છે!
ચાલો, મોહમાયા અને ભ્રષ્ટાચારના આ જીવતા જાગતા નમૂનાને એટલો શેર કરીએ કે ગાંધીનગર સુધી આ અવાજ પહોંચે! 📢

