Notices to 3 Ahmedabad schools: ખાનગી પ્રકાશનના પુસ્તકો અને આરટીઇમાં ફી લેવા મુદ્દે 3 સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. જેમાં આ ત્રણેય સ્કૂલો શહેરના પૂર્વ વિસ્તારની છે. નેલ્સન સ્કૂલને અગાઉ પણ શહેર ડીઈઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો મુદ્દે 10 હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરિયાદ સામે આવતાં શહેર ડીઈઓ દ્વારા હવે આરટીઇ ઍક્ટ 2009માં અધિનિયમની કલમ-19 મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ.10,000/નો દંડ કેમ ન કરવો ? તે બાબતે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે.
અગાઉ દંડ છતાં પણ ફરી ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ મુદ્દે ફરી નેલ્સન સ્કૂલને નોટિસ
એનએસયુઆઇ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશના પુસ્તકો માટે દબાણ કરાતું હોવાની અને ખાનગી પ્રકાશનના પુસ્તકો વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. દરમિયાન એનએસયુઆઇ દ્વારા શહેર ડીઈઓને પણ આ મુદ્દે લેખિત ફરિયાદ આપવામાં આવતા ડીઈઓ એક્શનમાં આવ્યા હતા અને મણિનગરની નેલ્સન સ્કૂલ તેમજ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને શહેર ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. એનએસયુઆઇ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ઘણી ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશનના મોંઘા મોંઘા પુસ્તકો લાવવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. જેમાં કેટલીક ખાનગી સીબીએસઈ સ્કૂલો પણ છે.