Political Corruption in Gujarat: પ્રજાના સેવકો કે સંપત્તિના સોદાગરો: ગુજરાતના સાંસદોની મિલકતમાં ૧૦ વર્ષમાં ૧૧૦ ટકાનો તોતિંગ વધારો

Arati Parmar
2 Min Read

Political Corruption in Gujarat: ચૂંટણી સમયે પ્રજાના દ્વારે જઈને આજીજી કરતા રાજનેતાઓ સત્તા મળતા જ ભ્રષ્ટાચારના માર્ગે વળી જતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. પ્રજાના વિકાસના નામે સત્તામાં આવતા નેતાઓ પોતાની સંપત્તિ વધારવામાં વ્યસ્ત થઈ જાય છે, જ્યારે સામાન્ય નાગરિક પાયાની સુવિધાઓ માટે ઝઝૂમતો રહે છે. દેશની જાહેર સંપત્તિઓને ખાનગી કંપનીઓના હવાલે કરવાની નીતિ અને ભ્રષ્ટાચારની ઉધઈ દેશના અર્થતંત્રને પોલાણ કરી રહી છે. સત્તામાં આવ્યા બાદ નેતાઓ પ્રજાના સેવક બનવાને બદલે શાસક બનીને પોતાની પેઢીઓ તરે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં મશગૂલ બની જાય છે.

ગુજરાતના સાંસદોની મિલકતમાં કરોડોનો વધારો

- Advertisement -

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં ૧૩૦ કરોડ રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. એક તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સંપત્તિમાં ઘટાડો દેખાડવામાં આવ્યો છે, તો બીજી તરફ સરેરાશ સાંસદોની મિલકતમાં ૧૧૦ ટકા જેટલો વધારો થયો છે. ૨૦૧૪માં જે સરેરાશ મિલકત ૧૫ કરોડની આસપાસ હતી, તે ૨૦૨૪માં વધીને ૩૩ કરોડને પાર કરી ગઈ છે, જે રાજકીય લાભો તરફ ઈશારો કરે છે.

તપાસ સંસ્થાઓની કામગીરી સામે સવાલો

- Advertisement -

દેશમાં ઇડી અને એસીબી જેવી સંસ્થાઓ વિપક્ષના નેતાઓ કે સરકારી અધિકારીઓ પર સકંજો કસતી જોવા મળે છે, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓ સામે ભાગ્યે જ કોઈ કાર્યવાહી થાય છે. નેતાઓની અચાનક વધી ગયેલી સંપત્તિ કે મોટા ઉદ્યોગપતિઓના વ્યવહારો મામલે તપાસ સંસ્થાઓની ચૂપકીદી અનેક શંકાઓ જન્માવે છે. ઘણા નેતાઓ હવે ભ્રષ્ટાચારની કમાણી પોતાના નામે રાખવાને બદલે પરિવાર કે વિશ્વાસુ વ્યક્તિઓના નામે રોકાણ કરવાની નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેથી કાયદાકીય ગાળિયામાંથી બચી શકાય.

અધિકારીઓ અને નેતાઓની સાંઠગાંઠનું પરિણામ

- Advertisement -

દેશના વિકાસમાં રોડા નાખવામાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની ભૂમિકા પણ મહત્વની રહી છે. પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા અધિકારીઓ ઘણીવાર નેતાઓના ઈશારે કામ કરીને કૌભાંડોમાં ભાગીદાર બને છે. જ્યાં સુધી સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી આવા કૌભાંડો બહાર આવતા નથી અને તપાસ એજન્સીઓ પણ ઠંડી પડી જાય છે. જો ધારાસભ્યો અને કોર્પોરેટર સ્તરના નેતાઓની સંપત્તિની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવે, તો અનેક મોટા ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવી શકે તેમ છે.

Share This Article