Private School Regulation Gujarat: સરકાર શાળા માટે આપે છે મદદ, પણ તેમછતા ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી અધધ નાણાં વસુલે છે

Arati Parmar
2 Min Read

Private School Regulation Gujarat: સરકાર શાળા માટે આપે છે મદદ, પણ તેમછતા ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી અધધ નાણાં વસુલે છે

ગુજરાતમાં શિક્ષણનો વાર્ષિક કારોબાર 3,500 કરોડ ને પાર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ સરકાર ખાનગી શાળાઓને શરૂ કરવા માટે અનેક યોજનાઓ હેઠળ મદ પણ કરે છે.

- Advertisement -

સરકાર શું મદ કરે છે?
રાજ્ય સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે નીચે મુજબની સહાય પૂરી પાડે છે:

1. જમીન ફાળવણી: શૈક્ષણિક સંસ્થાઓ માટે ઓછા દરે જમીન આપવામાં આવે છે.

- Advertisement -

2. ગ્રાન્ટ અને સબસિડી: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ અને લાઈબ્રેરી માટે નાણાકીય સહાય મળે છે.

3. ટેક્સમાં છૂટ: શૈક્ષણિક સંસ્થાઓને સર્વિસ ટેક્સ અને અન્ય કરમાં રાહત અપાય છે.

- Advertisement -

4. માન્યતા પ્રક્રિયા: RTE અને સરકારી નિયમોનું પાલન કરતી શાળાઓને સરળતાથી માન્યતા મળે છે.

સરકારની શરતો શું છે?
સહાયના બદલામાં સરકારે કેટલીક કડક શરતો પણ મૂકી છે:

1. ફી નિયમન: શાળા મનસ્વી ફી ન વધારી શકે. ફી સ્ટ્રક્ચર સરકારને જમા કરાવવું પડે.

2. પુસ્તકની પસંદગી: સરકારી પાઠ્યપુસ્તકોને પ્રાથમિકતા આપવાની અને કોઈ ચોક્કસ દુકાન ફરજિયાત ન કરવાની શરત.

3. પારદર્શિતા: આવક-ખર્ચ અને ઓડિટ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવા ફરજિયાત.

4. RTE અનામત: 25% સીટ ગરીબ બાળકો માટે અનામત રાખવાની.

પણ જમીન પર શું થાય છે?
પરંતુ આ બધી શરતો કાગળ પર જ રહી ગઈ છે.
શાળાઓ સરકારની મદ લે છે, પણ વાલીઓ પાસેથી મોંઘા ખાનગી પુસ્તકો, બ્રાન્ડેડ બેગ-બોટલ ના નામે 60% સુધીનું કમિશન લઈને કરોડો કમાય છે. એક બાળક દીઠ 5,000 થી 15,000 નો બોજ વાલીઓ પર નાખવામાં આવે છે.

શિક્ષણ વિભાગની નબળી મોનિટરિંગના કારણે આ નિયમોનું ઉલ્લંઘન બેફામ ચાલે છે.

Gujarat Govt School Grant, Private School Rules Gujarat, School Recognition Process, Sandesh Education Report, RTE Rules Gujarat

Share This Article