અમદાવાદ, મંગળવાર
અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે BNSની કલમ 281, 324(4), 125A, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 185, પ્રોહેબિશન એક્ટની કલમ 66 (1)(B) અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે આજે આરોપી રિપલ પંચાલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તે પોતાની જામીન અરજી કરી રહ્યો હતો.
જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇને આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા હતા. જે મુજબ આરોપી સામે આ કેસમાં ચાર્જશીટ ના થાય ત્યાં સુધી તે વાહન ચલાવી શકશે નહિ. સૌથી મહત્વની વાત આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરવામાં આવશે. આરોપીએ સામે અગાઉ 16 મે, 2024 ના રોજ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે સેટેલાઇટના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, શ્યામલ પાસે રિપલે ઓડી ગાડી વડે તેની એક્ટિવા લઈને જતી પત્ની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં તેની પત્નીને પાંસળી અને પગમાં ફ્રેકચર થયું હતું.
સરકારી વકીલ આઈ.એ. નાગોરીએ દલીલ કરી હતી કે આરોપીએ નશો કરીને લોકોના જીવનને જોખમમાં મૂક્યું હતું અને જાહેર માર્ગો પર ભયજનક પરિસ્થિતિ સર્જી હતી.આ કેસમાં, CDR, CCTV, અને FSLના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

