SavePreSchools : 40,000 પ્રી-સ્કૂલ બંધ: રોજગારી બચાવવા મહિલાઓનું આંદોલન

Arati Parmar
2 Min Read

અમદાવાદ, મંગળવાર
SavePreSchools : રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલો માટે ઘડવામાં આવેલા કડક નિયમો, જેમ કે BU પરમિશન અને 15 વર્ષના લીઝ કરારને ફરજિયાત કરવા સામે પ્રી-સ્કૂલના સંચાલકો હડતાળ પર ઊતર્યા છે. રાજ્યભરમાં 40,000 જેટલી પ્રી-સ્કૂલ આજે બંધ રહી છે, અને સંચાલકોની માંગ છે કે આવા નિયમો હળવા કરવામાં આવે, નહીંતર સંચાલન મુશ્કેલ બની જશે.

અંદાજે 90% પ્રી-સ્કૂલો ભાડે ચાલે છે અને લીઝ માટે 15 વર્ષનો કરાર કરવો આર્થિક રીતે શક્ય નથી, તેમ સંચાલકોએ જણાવ્યું છે. BU પરમિશન અને અન્ય શરતો પૂરી કરવી પણ ખૂબ જ દૂરસાધ્ય છે. પરિણામે, લાખો મહિલાઓની રોજગારી જોખમમાં છે, કેમ કે મોટાભાગની પ્રી-સ્કૂલો મહિલાઓ સંચાલિત છે.

- Advertisement -

મહિલાઓની રોજગારી પર જોખમ
વડોદરા પ્રી-સ્કૂલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે નવા નિયમો અમલમાં આવ્યા તો 90% સ્કૂલો બંધ થઈ જશે. આ કારણે 2 લાખથી વધુ મહિલાઓ બેરોજગાર થઈ શકે છે. “મહિલાઓ આ પ્રિ-સ્કૂલો દ્વારા આત્મનિર્ભર બની છે, પરંતુ કડક નિયમોથી તેઓ ફરીથી પરાધીન બનશે,” એમ મહિલાઓએ અપીલ કરી છે.

રાજ્યભરના શહેરોમાં વિરોધ

- Advertisement -

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે સંચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવી.
વડોદરા: 500થી વધુ સ્કૂલો બંધ, 50,000 વિદ્યાર્થીઓ પર અસર.
સુરત: 2,000 સ્કૂલો બંધ રહી, સંચાલકોએ નિયમોમાં ફેરફારની માંગ કરી.
રાજકોટ: 500 સ્કૂલો બંધ અને 25,000 મહિલાઓ રોજગારી માટે સંકળાયેલી.

પ્રિ-સ્કૂલ સંચાલકો અને મહિલાઓએ માંગ કરી છે કે BU પરમિશન અને લીઝ કરાર જેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે. તેઓએ સરકારને અપીલ કરી છે કે આ નિયમોને હળવા કરી નાનકડા બાળકોના ભવિષ્ય અને મહિલાઓની રોજગારીનું સંરક્ષણ થાય.

- Advertisement -

 

 

Share This Article