બોઈસર યાર્ડમાં બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે.
અમદાવાદ, 05 એપ્રિલ (હિ.સ.) બોઇસર યાર્ડ ખાતે વિભાગીય ગતિ 160 kmph સુધી વધારવાની કામગીરી પૂર્ણ કરવા માટે, 07 એપ્રિલે બોઇસર યાર્ડ ખાતે અપ અને ડાઉન બંને મુખ્ય લાઇન પર સવારે 10.00 થી 10.50 સુધી બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે અને આંશિક રીતે રદ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે.
રેગ્યુલેટ થનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 93012 દહાણુ રોડ-વિરાર લોકલ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:-
1. ટ્રેન નંબર 93009 ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ ચર્ચગેટથી 07.42 કલાકે ઉપડતી પાલઘર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. દહાણુ રોડથી 09.37 કલાકે ઉપડનારી ટ્રેન નંબર 93010 દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને પાલઘર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
