સુરતઃ શાળાના બાળકોની સુરક્ષા માટે 1800 શાળાના આચાર્યો સાથે બેઠક.

Reena Brahmbhatt
1 Min Read

રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને, બાળકોની અવરજવર માટે શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેને જોતા સુરત શહેર ટ્રાફિક શાખા, શિક્ષણ વિભાગ અને આરટીઓએ મળીને શહેરની 1800 થી વધુ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજી હતી.

surat school

- Advertisement -

બેઠકમાં, સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના માલિકોને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ માર્ગદર્શિકાઓમાં શામેલ છે:

વાહનોનો નિયમિત ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે.
વાહનોમાં સ્પીડ કંટ્રોલર અને સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ.
ડ્રાઇવરોએ યોગ્ય તાલીમ મેળવવી જોઈએ.
બાળકોએ સીટ બેલ્ટ પહેરવો જ જોઇએ.
શાળાઓને ચેક લીસ્ટ આપવામાં આવશે

- Advertisement -

બાળકોની સુરક્ષાને લઈને કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. એકંદરે આ નીતિને નિયમો મુજબ અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને દરેક શાળામાં આપવામાં આવશે. તેમના દ્વારા ચેક લિસ્ટની અમલવારી કરવી જોઈએ અને તેમની સહીઓ સાથે શિક્ષણ વિભાગને સુપરત કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક, તમામ ટ્રાફિકના એસીપી, ડીઈઓ ભગીરથસિંહ પરમાર, આરટીઓ આકાશ પટેલ અને ટ્રાફિક શાખા અને આરટીઓના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
Share This Article