5360ની કિંમતની જુદી જુદી કંપનીની 36 બોટલો જપ્ત કરી હતી

newzcafe
2 Min Read

સુરતઃ ડોક્ટરની સલાહ વગર નશીલા સિરપ નું વેચાણ કરતા મેડિકલમાં દરોડા


સુરતઃ ડોક્ટરની સલાહ વગર નશીલા સિરપ નું વેચાણ કરતા મેડિકલમાં દરોડા


 


5360ની કિંમતની જુદી જુદી કંપનીની 36 બોટલો જપ્ત કરી હતી


 


સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલા સિરપ નું વેચાણ કરતી મેડિકલ શોપ પર SAGએ દરોડો પાડ્યો હતો. SOGએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. રાજ મહેલ સિનેમા એલએચ રોડ પર ગેટ વેલ કેમિસ્ટ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરવામાં આવી હતી.


 


મેડિકલ સ્ટોરમાં ડોક્ટરની સલાહ વગર નશાકારક સિરપ નું વેચાણ કરવામાં આવતું હતું. એસઓજીએ વિવિધ કંપનીઓની કો-ઓપરેટિવ સિરપ ની 36 બોટલો જપ્ત કરી, તેની કિંમત 5,360 રૂપિયા છે. મેડિકલ ડાયરેક્ટર હરેરામ ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


 


એસઓજી દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. જુદી-જુદી ટીમો દ્વારા ગેટવેલ કેમિસ્ટ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર પર છટકું ગોઠવીને ડમી ગ્રાહકો મોકલીને મેડિકલ સ્ટોરનો મેનેજર હરિરામ સાવરામ ચૌધરી કોઈ પણ તબીબની સલાહ લીધા વગર તેના મેડિકલ સ્ટોરમાંથી નશીલા દવાઓનું વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે રૂ.5360ની કિંમતની વિવિધ સીરપની કુલ 36 બોટલ કબજે કરી હતી.


 


ગુજરાત સહિત વ્યાપાર, જ્યોતિષ, મનોરંજન અને દેશ-વિદેશના નવીનતમ સમાચાર મેળવવા માટે GSTV ના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો.

Share This Article