યુપીએસસીની પરીક્ષા 26 મેથી શરૂ થવાની હતી

newzcafe
1 Min Read

ગુજરાતમાં વહીવટી કેટેગરીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે


દેશમાં આગામી મહિનાથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે એક તરફ યુપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 22 માર્ચ 2024 ના રોજ યોજાનારી કૃષિ અધિકારી, વરિષ્ઠ સંશોધન સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) અને કૃષિ સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) વર્ગ-3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


 


સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અધિકારી, વરિષ્ઠ સંશોધન સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) અને કૃષિ સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી આયોજિત થનારી કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ (CBRT) પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂચના જણાવે છે કે કેટલાક અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને વધુ માહિતી અહીં યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવશે. જો કે, હવે ઉમેદવારો પરીક્ષાની નવી તારીખની રાહ જોઈ રહ્યા છે.


 


upsc પરીક્ષા મુલતવી


 


ચૂંટણી પંચે ગયા શુક્રવારે લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. જ્યારે યુપીએસસીની પરીક્ષા 26મી મેથી શરૂ થવાની હતી. યુપીએસસીએ આ દરમિયાન લેવાનારી પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Share This Article