સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ, 151 સ્થળોએ રક્તદાન શિબિર યોજી ઉમિયા ફાઉન્ડેશને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Umiya Foundation Blood Donation: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદના જાસપુરમાં બની રહેલા વિશ્વના સૌથી ઊંચા માં ઉમિયાના મંદિરના નિર્માણની સાથે જ ₹700 કરોડના ખર્ચે 500 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.
સંસ્થા દ્વારા સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 7 દેશોમાં 151 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરીને 25,000 યુનિટ રક્ત એકત્રિત કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠનના સભ્યોએ ભારત-અમેરિકા સહિત વિશ્વના 7 દેશોના 151 સ્થળોએ 25,000થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરીને ‘ઇન્ટરનેશનલ મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નો ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યરત 80થી વધુ પાટીદાર સંસ્થાઓ અને સમાજના પ્રમુખો તથા મંત્રીઓની એક બેઠક યોજાઈ હતી. પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામ માત્ર મંદિર નથી, પરંતુ સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર છે. અહીં મંદિરની સાથે હોસ્પિટલ અને હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

