વડોદરાઃ ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી કરતા એક ઝડપાયો
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં પોલીસે નામચીન ચોરની ધરપકડ કરી ચોરીનો પર્દાફાશ કર્યો છે. આજવા રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીના એક મકાનમાંથી સાડા ચાર મહિના પહેલા ચોરોએ સાડા ત્રણ લાખથી વધુની કિંમતના માલસામાનની ચોરી કરી હતી. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પકડાયેલા ચોર પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે ગોલ્ડન ચોકડીના મુખ્ય સૂત્રધાર 18 વર્ષીય વિકાસ દેવીપૂજકની ધરપકડ કરી છે. ચોરી કર્યા બાદ તે પંચમહાલ અને રાજસ્થાન ભાગી ગયો હતો. તે વડોદરા આવતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડી લીધો હતો.
