આ ફ્લાઈટ રાજકોટ હિરાસર એરપોર્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.

newzcafe
By newzcafe 1 Min Read

રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે, ઈન્ડિગોની ફ્લાઈટ 31 માર્ચથી શરૂ થશે


રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે, ઈન્ડિગોની ફ્લાઈટ 31 માર્ચથી શરૂ થશે


 


આ ફ્લાઈટ રાજકોટ હિરાસર એરપોર્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.


 


રાજકોટ અને અમદાવાદ વચ્ચે અવારનવાર મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. રાજકોટ-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદ વચ્ચેની આ હવાઈ સેવા 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 31મી માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ દ્વારા રાજકોટ-અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ રાજકોટ હિરાસર એરપોર્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે. આ ફ્લાઈટની ટિકિટની કિંમત 3160 રૂપિયાની આસપાસ હોવાની શક્યતા છે.


 


આ ફ્લાઇટ રાજકોટ-અમદાવાદ વચ્ચે સપ્તાહમાં 6 દિવસ ચાલશે. આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પરથી બપોરે 3.50 કલાકે ઉપડશે અને આ ફ્લાઇટ અમદાવાદથી બપોરે 2.35 કલાકે ઉપડશે. રાજકોટનું હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. જોકે હજુ સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ થઈ નથી, પરંતુ અહીંથી વિદેશ પ્રવાસે જતા લોકો અમદાવાદ પહોંચ્યા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડી શકશે.

Share This Article