Navsari Tora Tora Ride Collapsed : નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ અચાનક પડી ભાંગતા 5 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
રાઈડ સંચાલક પણ ઈજાગ્રસ્ત
નવસારીના બીલીમોરામાં ગણદેવીના મંદિર ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા આ દુર્ઘટનામાં રાઇડ સંચાલક અને એક મહિલાના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પછીથી અન્ય ત્રણને પણ ઈજાઓ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.