વડોદરાઃ ATMમાંથી ચોરીનો પ્રયાસ કરતો શખ્સ ઝડપાયો
વડોદરાના વાઘોડિયા રોડ પર SBIના ATMમાંથી ચોરીની કોશિશની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પાણીઘાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.સમગ્ર ઘટનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે નવસારીના પેટ્રોલ પંપમાંથી રૂપિયા 45 હજાર અને મોબાઈલની ચોરી કરનાર કર્મચારીને પકડી લીધો છે અને ચોરીની રોકડ અને મોબાઈલ પણ કબજે કર્યા છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પૂનમ કોમ્પ્લેક્સમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ રૂમમાં બે આરોપીઓએ પ્રવેશ કરી મશીનની અંદર રાખેલા ચાવી અને પાસવર્ડના બટન, ડિવાઈસ, ડિજીટલ લોક અને વાયરો કોઈ સાધન વડે તોડીને એટીએમની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમ મશીનમાં રૂ.75 હજારનું નુકસાન થયું હતું. આ મામલે પાણીઘાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
4 એપ્રિલના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાડા ગામ મરોલી ચાર રસ્તા પાસે એચ.પી. પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીએ મેનેજરનો મોબાઈલ ફોન અને 45 હજાર રૂપિયાની ચોરી કરી હતી. દરમિયાન આરોપી મોહિત ઉર્ફે પુનીત ઉર્ફે લંગડો અજયભાઈ સૈની (ઉંમર 27) વડોદરા રેલ્વે સ્ટેશન બહાર હાજર હતો. શંકાસ્પદ બેગ મળી આવતાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
