Vadodara News: એમ.એસ. યુનિવર્સિટીના હિન્દી પ્રોફેસરની ધરપકડ, બિભત્સ હરકતોના આરોપ

Arati Parmar
2 Min Read

Vadodara News: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, ‘મેં આવું કશું કર્યું નથી.’

શું છે સમગ્ર મામલો?

- Advertisement -

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમની એક વિદ્યાર્થિનીએ એમ.એસ. યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહંમદ અઝહરભાઇ ઢેરીવાલા સામે શનિવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘પ્રોફેસર મારી પાસે આવીને રૂમમાં લઇ જવા માટે વારંવાર હાથના ઇશારા કરતા હતા. પરંતુ હું ના પાડતી હતી. જેથી, પ્રોફેસરે મારી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. મારા ઘર સુધી પીછો કરી મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા. તે વારંવાર મને વોટ્સએપ પર મેસેજ કરીને મને હેરાન કરતા હતા. એટલું જ નહીં, મને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરતા હતા.’

આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને પ્રોફેસરની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ પ્રોફેસર એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, ‘મેં કોઇ ગુનો કર્યો નથી.’ પરંતુ પ્રોફેસર અને વિદ્યાર્થિની વચ્ચે વોટ્સએપ મેસેજથી વાતચીત થઈ હતી. જેના પુરાવા મેળવવા માટે પોલીસે મોબાઇલ ફોનની તપાસ હાથ ધરી છે. જો પ્રોફેસરે મેસેજ ડિલિટ કર્યા હશે તો તે મેસેજ રિકવર કરવામાં આવશે.

- Advertisement -

‘મારા પર ખોટા આરોપ લાગ્યા’

એમ.એસ.યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહંમદ અઝહરભાઇ ઢેરીવાલાએ જણાવ્યું હતું કે, ‘મારૂ કામ વિદ્યાર્થીઓને ભણાવવા અને તેમનું ભવિષ્ય બનાવવાનું છે. હું ભારતનો જવાબદાર નાગરિક છું. મારા પર ખોટા આરોપ લાગ્યા છે, સમય આવતા આ તમામ આરોપ ખારીજ થશે.’

- Advertisement -
Share This Article