BARODA ACCIDENT NEWS : વડોદરા અકસ્માત: 120ની સ્પીડે દોડી રહેલી રક્ષિતની કાર, જર્મની રિપોર્ટમાં નવો ખુલાસો!

Arati Parmar
2 Min Read

BARODA ACCIDENT NEWS : વડોદરાના કારેલીબાગના બહુચર્ચિત રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જોકે હજુ સુધી આ દાવાની પુષ્ટી થઈ શકી નથી. માહિતી અનુસાર આરોપી રક્ષિત ચોરસિયાની કારનો જર્મનીથી રિપોર્ટ આવી ગયો હોવાની વિગતો ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ કન્ફર્મેશન આપવામાં આવી નથી.

માહિતી અનુસાર આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાતે ફુલસ્પીડે ધસી આવેલી કારે ત્રણ સ્કૂટરને અડફેટમાં લેતાં આઠ જણા ફંગોળાયા હતા અને તેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપતી વખતે રક્ષિતની કારની ઝડપ 120 થી 130ની વચ્ચે હોવાનો દાવો કરાયો છે. એવો દાવો છે કે પોલીસને આ મામલે જર્મનીની ફોક્સવેગન કંપની દ્વારા રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે પરંતુ આ રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી.

- Advertisement -

આ બનાવમાં વારાણસીના વતની અને નિઝામપુરામાં રહેતા રક્ષિત રવિશ ચોરસિયાની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે, તેની પાસે બેઠેલા કારમાલિકના પુત્ર પ્રાંશુ રાજેશ ચૌહાણ(ભાયલી) તેમજ બંને જણા જેને મળીને આવ્યા તે સુરેશ ભરવાડ (કિશનવાડી)ના બ્લડ તેમજ કારની સ્પીડના રિપોર્ટ માટે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ પૈકી રક્ષિતની કારનો રિપોર્ટ આવી ગયો હોવાની ચર્ચા છે. જેમાં તેની સ્પીડ 120 થી 130 જેટલી હોવાની માહિતી છે. જો કે, કારેલીબાગના પીઆઇ એચ એમ વ્યાસે આવો કોઇ રિપોર્ટ હજી મળ્યો નથી તેમ કહ્યું હતું. જ્યારે, ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,અમે રિપોર્ટ વહેલા મળે તે માટે સતત તપાસમાં છીએ. જેવો જ રિપોર્ટ આવશે એટલે તેની વિગતો જાહેર કરવામાં આવશે.

- Advertisement -

Share This Article