વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને બચાવ્યો હતો
વિશ્વામિત્રી નદીમાંથી મગરોને બહાર કાઢવા માટે ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે આજે મરેઠા ગામમાં આવેલા વિશાળ મગરને બચાવવા વન વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

વડોદરા નજીકના મરેઠા ગામના રબારી વાસમાં 12 ફૂટનો વિશાળ મગર આવી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ આવી હતી. ગામના લોકો એકઠા થયા અને વન વિભાગની મદદથી ભારે જહેમત બાદ મગરને બચાવી લેવામાં આવ્યો.
મગરની આંખો પર એક મોટું કપડું નાખવામાં આવ્યું હતું, તેને ચારે બાજુથી દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો અને તેને ખેંચીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. મગરને વડોદરાની ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને હવે તેને સલામત સ્થળે છોડી દેવામાં આવશે.

