પોલીસે કાર કબજે કરી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

newzcafe
1 Min Read

વડોદરાઃ છાણી પાસે કારમાં નશામાં ધૂત ત્રણ મિત્રો મળી આવ્યા


વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન છાણી પાસે કારમાંથી ત્રણ મિત્રો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની એક ટીમ પદમલા પાસે નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર તેજ સ્પીડમાં આવી અને કાબુ બહાર વળાંક લેતાં પોલીસને શંકા ગઈ. પોલીસે કારની અંદર બેઠેલા યુવકની તપાસ કરતાં તે દારૂની નશામાં જોવા મળ્યો હતો.


 


ઝડપાયેલા લોકોની ઓળખ ડ્રાઈવર ધ્રુવ રાજેશભાઈ મકવાણા, કેવલ કનુભાઈ ડાભી (બંને રહે અંબાજી પોળ, રણોલી ગામ, વડોદરા) અને બ્રિજેશ વિનોદભાઈ પરમાર (રામદેવ ફળિયા, ધુમડગામ વડોદરા) તરીકે થઈ હતી. પોલીસે કાર કબજે કરી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

Share This Article