જિલ્લામાં સરેરાશ 10થી 1પ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં લૂવર્ષાની અનુભૂતિ થઈ હતી.

newzcafe
1 Min Read

કચ્છમાં પાંચ દિવસ ગરમીનું યેલો એલર્ટ


ભુજ, તા. 22 : ફાગણમાં જ કચ્છમાં ચૈત્ર-વૈશાખ જેવો આકરો તાપ વરસવાની શરૂઆત થતાંની સાથે જ જનજીવન ત્રસ્ત બન્યું છે, ત્યારે હવામાન વિભાગે ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી જારી કરવા સાથે પાંચ દિવસ ગરમીનું યેલો એલર્ટ જારી કરતાં કચ્છી માડુઓને તાપથી રાહત મળે તેવા કોઈ અણસાર દેખાતા નથી. હિટવેવની  સંભાવના વચ્ચે નખત્રાણા તાલુકાના અનેક વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતાં નયનરમ્ય માહોલ સર્જાયો હતો. ભુજ અને કંડલા એરપોર્ટમાં 38.પ ડિગ્રીએ મધ્યાહ્ન કાળે અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો. જો કે, નલિયા અને કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન અનુક્રમે 33.8 અને 34.પ ડિગ્રી નોંધાતાં તાપમાં આંશિક રાહત મળી હતી. 


 


જિલ્લામાં સરેરાશ 10થી 1પ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં લૂવર્ષાની અનુભૂતિ થઈ હતી. હવામાન વિભાગે કચ્છની સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગરમીનાં આકરાં મોજાંની આગાહી કરી છે. નેત્રાના અહેવાલ અનુસાર નેત્રા અને તેની આસપાસના વિસ્તારમાં સવારના ભાગે ભારે ઝાકળવર્ષા સાથે ગાઢ ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં શીતળતાની અનુભૂતિ સાથે પ્રકૃતિપ્રેમીઓએ આ નજારાને મનભરીને માણ્યો હતો. આમ તો હવામાન વિભાગે કચ્છમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદની શક્યતા દેખાડી હતી પણ કયાંય પણ માવઠું ન પડતાં ખાસ કરીને ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.  

Share This Article