ચા સાથે ટોસ્ટ ખાશો નહીં, જાણો કારણ

Reena Brahmbhatt
3 Min Read

કેટલીક વસ્તુઓ હોય છે જ એવી જેની લત લાગી જાય. ચા અને ટોસ્ટનું કોમ્બિનેશન પણ આવું જ છે. ચા સાથે ટોસ્ટ ખાવાની મજા તો ખૂબ જ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે પરંતુ આ ટેસ્ટ સ્વાસ્થ્યને ભારી પડે છે. આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ વધી શકે છે.

જો તમારા દિવસની શરૂઆત પણ ગરમાગરમ મસાલેદાર ચા સાથે થાય છે તો તેમાં કંઈ ખોટું નથી. ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે.. આ આદતને છોડવી કે બદલવી મુશ્કેલ છે. પરંતુ તકલીફ ત્યારે છે જ્યારે તમને ગરમાગરમ ચા સાથે ટોસ્ટ એટલે કે ટોસ્ટ ખાવાની આદત હોય. જો તમને ગરમાગરમ ચામાં ટોસ્ટ બોળીને ખાવાની આદત હોય તો આ વાત જાણ્યા પછી તમે તમારી આદત ચોક્કસથી બદલી દેશો. ચા સાથે ટોસ્ટ ખાવાની આદત તમને બીમાર કરી શકે છે. આજે તમને ચા સાથે ટોસ્ટ ખાવાથી થતા નુકસાન વિશે જણાવીએ. આ વાત જાણ્યા પછી તમે જાતે જ નક્કી કરજો કે આ આદત બદલવી જોઈએ કે નહીં.

- Advertisement -

કેટલીક વસ્તુઓ હોય છે જ એવી જેની લત લાગી જાય. ચા અને ટોસ્ટનું કોમ્બિનેશન પણ આવું જ છે. ચા સાથે ટોસ્ટ ખાવાની મજા તો ખૂબ જ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે પરંતુ આ ટેસ્ટ સ્વાસ્થ્યને ભારી પડે છે. આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ વધી શકે છે.

tost tea

- Advertisement -

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ટોસ્ટ બનાવવા માટે મેંદો, તેલ, ખાંડ જેવી ગ્લુટનથી ભરપૂર વસ્તુઓ વાપરવામાં આવે છે જે શરીર માટે હાનિકારક છે. જો તેને ચાની સાથે લેવામાં આવે તો તે લીવર અને કિડનીને પણ નુકસાન કરી શકે છે.

ચા અને ટોસ્ટના કોમ્બિનેશનથી થતા નુકસાન

- Advertisement -

એ વાત તો સૌ કોઈ જાણે છે કે તેલ મેંદો અને ખાંડ હાર્ટને નુકસાન કરે છે. આ ત્રણેય વસ્તુનો ભરપૂર ઉપયોગ ટોસ્ટ બનાવવામાં થાય છે. નિયમિત તેનું સેવન કરવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.

– ચા સાથે ટોસ્ટ ખાવાથી ડાઇજેશન સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે. તેનાથી પાચન વિક પડી જાય છે. કારણ કે ટોસ્ટ હળવો નાસ્તો લાગે છે પરંતુ તે સરળતાથી પચતા નથી.

– ટોસ્ટ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં પોષક તત્વ ખૂબ જ ઓછા હોય છે તેનાથી પેટ ભરાય છે પરંતુ શરીરને જરૂરી ફાયદો થતો નથી.

– નિયમિત રીતે ચા સાથે ટોસ્ટ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે તેનાથી ડાયાબિટીસમાં સ્ટ્રોકનું જોખમ ઊભું થાય છે.

– મોટાભાગના ટોસ્ટ મેંદાથી જ બનેલા હોય છે, જે શરીરમાં ફેટ વધારે છે. ટોસ્ટ ખાવાથી પેટ ભરાતું નથી અને વારંવાર કંઈને કંઈ ખાવાની ઈચ્છા થાય છે જેના કારણે વજન પણ વધી જાય છે.

Share This Article