Bird Flu Outbreak Chennai: ચેન્નઈના ઘણા વિસ્તારોમાં ૧૫૦૦ થી વધુ કાગડાઓના મોતના સમાચાર છે, જેને લઈને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર સરકારે સ્થાનિક વહીવટીતંત્રને દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા છે. બર્ડ ફ્લૂના સમાચાર ત્યારે ચિંતાનો વિષય બન્યા જ્યારે શહેરના ઘણા ભાગોમાં લોકોએ પક્ષીઓને સાર્વજનિક સ્થળો, વૃક્ષો અને રહેણાંક વિસ્તારોમાં પડીને મરતા જોયા. હવે પ્રશાસન તેની તપાસ કરી રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે એડવાઈઝરી જારી કરી દેવામાં આવી છે.
બર્ડ ફ્લૂ શું છે
બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઇન્ફ્લુએન્ઝા, એક પ્રકારના ઇન્ફ્લુએન્ઝા (ફ્લૂ) વાયરસથી થતો ચેપ છે. આ ચેપ સામાન્ય રીતે પક્ષીઓ અને અન્ય પ્રાણીઓમાં ફેલાય છે. પરંતુ ઘણીવાર સંક્રમિત પ્રાણીઓ દ્વારા મનુષ્યોને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે. મનુષ્યોમાં આ વાયરસ શ્વસનતંત્ર અને ફેફસાંને સંક્રમિત કરી શકે છે. ક્યારેક તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.
કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂનો વાયરસ સામાન્ય રીતે બીમાર પક્ષીના પીંછા, ચરક (મળ) અને લાળ (મ્યુકસ) માં હાજર હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ, ખાસ કરીને બાળકો, આના સીધા સંપર્કમાં આવે છે ત્યારે ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કાચું કે અધકચરું માંસ ખાવાનું પણ ટાળવું જોઈએ.
બર્ડ ફ્લૂના લક્ષણો
બર્ડ ફ્લૂ થવા પર સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ:
તાવ અને થાક
ખાંસી અને ગળામાં ખરાશ
કન્જક્ટિવાઈટિસ (આંખમાં ઇન્ફેક્શન)
ઝાડા (દસ્ત)
નાક બંધ થવું કે વહેવું
સ્નાયુઓમાં તીવ્ર દુખાવો
ઉબકા અને ઉલટી
શ્વાસ લેવામાં તકલીફ
કેવી રીતે કરશો બર્ડ ફ્લૂથી બચાવ
બર્ડ ફ્લૂના સમાચાર આવતાની સાથે જ સરકાર તરફથી એડવાઈઝરી જારી કરવામાં આવે છે. જેનું પાલન કરવાથી તેનાથી સુરક્ષિત રહી શકાય છે. બર્ડ ફ્લૂથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો:
પશુપાલકો અને સામાન્ય લોકો બીમાર મરઘીઓથી અંતર જાળવી રાખે.
જો તમે પક્ષીઓ કે જંગલી પ્રાણીઓ વચ્ચે કામ કરો છો, તો મોજાં (ગ્લવ્સ), માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરો.
જો તમારી પાસે પશુ કે પક્ષીઓ હોય, તો તેના વાડા અને આસપાસની નિયમિત સાફ-સફાઈ અત્યંત આવશ્યક છે.
ફ્લૂ વધુ ફેલાય ત્યારે પાલતુ પ્રાણીઓને અડતી વખતે પણ મોજાંનો ઉપયોગ કરો.
ક્યાંય પણ બીમાર પક્ષી દેખાય અથવા અચાનક તેનું મૃત્યુ થાય, તો તેની જાણ સ્થાનિક પશુ ચિકિત્સાલયને કરવી જોઈએ.
પ્રાણીઓને અડ્યા પછી વારંવાર હાથ ધોવા.
બીમાર પ્રાણીને અડો છો કે તેના સંપર્કમાં આવો છો, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
પાશ્ચરાઇઝ્ડ કર્યા વગરના દૂધને અડશો નહીં કે તેનું સેવન કરશો નહીં.
સીઝનલ ફ્લૂની વેક્સિન લગાવી લો.

