Food Storage Safety: ખાવાનું પેક કરવામાં કરો છો અખબારનો ઉપયોગ? સાવધાન! અખબારની શાહી અને ફોઈલ પેપર તમારી સેહત બગાડી શકે છે, જાણો ખોરાક સંગ્રહવાની સાચી રીત

Arati Parmar
2 Min Read

Food Storage Safety and Health Risks: અખબારની શાહી અને એલ્યુમિનિયમ ફોઈલમાં રહેલા કેમિકલ શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. ગરમ ખોરાક જ્યારે આ વસ્તુઓના સંપર્કમાં આવે છે, ત્યારે તે શાહી અથવા ધાતુના અંશ ખોરાકમાં ભળી જાય છે. લાંબા સમય સુધી આવી આદત રાખવાથી શરીરમાં ઝેરી તત્વો વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

અખબારમાં ખોરાક રાખવો કેમ હાનિકારક?

- Advertisement -

અખબારની શાહીમાં ડાઈ અને હાનિકારક કેમિકલ્સ હોય છે. જ્યારે ગરમ સમોસા, કચોરી કે જલેબી અખબારમાં લપેટવામાં આવે છે, ત્યારે તે શાહી ઓગળીને સીધી ખોરાકમાં ભળે છે. તેલવાળી વસ્તુઓ શાહીને વધુ ઝડપથી સોષી લે છે. આ શાહી પેટમાં જવાથી પાચનતંત્ર અને લિવરને નુકસાન પહોંચાડી શકે છે. અખબારનો રોજિંદો ઉપયોગ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.

એલ્યુમિનિયમ ફોઈલ કેટલું સુરક્ષિત?

- Advertisement -

એલ્યુમિનિયમ ફોઈલ અખબાર કરતા થોડું વધુ સુરક્ષિત છે, પરંતુ તે સંપૂર્ણપણે નિર્દોષ નથી. ખાસ કરીને ખૂબ જ ગરમ, ખાટી અથવા મસાલેદાર વસ્તુઓ ફોઈલમાં રાખવાથી એલ્યુમિનિયમનો કેટલોક અંશ ખોરાકમાં ભળી શકે છે. ક્યારેક તેનો ઉપયોગ ઠીક છે, પણ રોજિંદા ટિફિનમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

શું આનાથી કેન્સર થાય છે?

- Advertisement -

એવો કોઈ સીધો પુરાવો નથી કે ક્યારેક તેનો ઉપયોગ કરવાથી કેન્સર થઈ જાય. જોકે, તેમાં રહેલા કેમિકલ્સ અને ધાતુનો શરીરમાં સતત જમાવ થવો એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ ઝેરી તત્વો શરીરમાં ઈન્ફેક્શન અને અન્ય જટિલતાઓ વધારી શકે છે. તેથી, સાવચેતી રાખવી હંમેશા હિતાવહ છે.

ફૂડ સ્ટોરેજની ખોટી આદતો

  • ગરમ રોટલીઓને સીધી જ અખબાર કે ફોઈલમાં પેક કરવી.

  • ફોઈલમાં લપેટેલા ખોરાકને ફરીથી ગરમ કરવો.

  • રોટલીના ડબ્બામાં નીચે અખબાર પાથરવું.

સુરક્ષિત વિકલ્પો શું છે?

  • સ્ટીલ કે કાચના વાસણો: ખોરાક રાખવા માટે સૌથી સુરક્ષિત.

  • કેળાના પાન: દક્ષિણ ભારતમાં વપરાતો આ કુદરતી વિકલ્પ ઉત્તમ છે.

  • સાફ સુતરાઉ કાપડ: રોટલી રાખવા માટે સફેદ કોટનનું કપડું વાપરવું જોઈએ.

  • બટર પેપર: ફોઈલ કે અખબારની સરખામણીએ ફૂડ-ગ્રેડ પેપર કે બટર પેપર વધુ સારું છે.

રસોડાની નાની આદતો બદલીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો. એલ્યુમિનિયમ ફોઈલની જગ્યાએ સ્ટીલના ડબ્બા અને અખબારની જગ્યાએ કોટન કપડાનો ઉપયોગ શરૂ કરવો એ સ્વાસ્થ્ય માટે પહેલું ડગલું છે.

Share This Article