High Protein Diet Risks: બોડી બનાવવા માટે ફાઈબરને ભૂલીને માત્ર લઈ રહ્યા છો પ્રોટીન? થઈ શકો છો આ કેન્સરના શિકાર

Arati Parmar
4 Min Read
High Protein Diet Risks

High Protein Diet Risks: આજકાલ ફિટનેસ અને બોડી બિલ્ડિંગના ટ્રેન્ડમાં મોટાભાગના લોકો માત્ર પ્રોટીન પર ધ્યાન આપવા લાગ્યા છે. જીમ શરૂ કરતાની સાથે જ ડાયટમાં પ્રોટીન શેક, ચિકન, ઈંડા અને સપ્લીમેન્ટ્સની માત્રા વધારી દેવામાં આવે છે, પરંતુ આ ચક્કરમાં ઘણા લોકો ફાઈબરને લગભગ ભૂલી જાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો શરીરને માત્ર પ્રોટીન મળશે અને ફાઈબરની ઉણપ હશે, તો તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે.

શું ફાઈબરનું ધ્યાન ન રાખવાથી થઈ શકે મુશ્કેલી?

નોર્થવેસ્ટર્ન મેડિસિનના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ Dr. Olufemi Kassim ના જણાવ્યા મુજબ, શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી ફાઈબર પણ છે. જો હાઈ-પ્રોટીન ડાયટની સાથે પૂરતું ફાઈબર ન લેવામાં આવે, તો ડાયજેશન સિસ્ટમ પર દબાણ વધી શકે છે. આનાથી કબજિયાત, પેટ ફૂલવું, ગેસ અને અનરેગ્યુલર બાઉલ મૂવમેન્ટ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આપણા શરીર માટે ફાઈબર કેમ છે જરૂરી?

ડોક્ટર જણાવે છે કે ફાઈબર માત્ર પેટ સાફ રાખવાનું કામ નથી કરતું, પરંતુ તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ મજબૂત બનાવે છે. આ જ બેક્ટેરિયા ડાયજેશનને બહેતર રાખવામાં અને શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકોની ડાયટમાં ફાઈબર વધારે હોય છે, તેમનું માઇક્રોબાયોમ વધારે હેલ્ધી અને વૈવિધ્યસભર હોય છે, જેનાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે.

- Advertisement -

ફાઈબર વગર પ્રોટીન કેમ કામ નહીં કરે?

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ફાઈબર ખોરાકના પાચનની ગતિને ધીમી કરે છે, જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવું અનુભવાય છે. આ જ કારણ છે કે માત્ર પ્રોટીન લેવાથી શરીરને પૂરો ફાયદો મળી શકતો નથી.

એક પુખ્ત વ્યક્તિને દરરોજ કેટલું ફાઈબર જોઈએ?

ડો. કાહિમનું કહેવું છે કે મોટાભાગના પુખ્ત વયના લોકોએ દરરોજ અંદાજે 25 થી 35 ગ્રામ ફાઈબર લેવું જોઈએ, પરંતુ હાઈ-પ્રોટીન ડાયટ ફોલો કરનારા ઘણા લોકો આ જરૂરિયાતનો અડધો ભાગ પણ પૂરો કરી શકતા નથી. બીજી તરફ, ઘણા લોકો જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લેવા લાગે છે. સામાન્ય રીતે શરીરને દરરોજ 50 થી 60 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે, પરંતુ હાઈ-પ્રોટીન ડાયટમાં આ માત્રા 80 થી 90 ગ્રામ સુધી પહોંચી શકે છે.

- Advertisement -

ઓછું ફાઈબર લેનારાઓને કેન્સરનું પણ જોખમ

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી વધારે પ્રોટીન અને ઓછું ફાઈબર ધરાવતી ડાયટ લેવાથી શરીરમાં સોજો, કબજિયાત અને બ્લોટિંગ જેવી મુશ્કેલીઓ વધી શકે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં કોલન કેન્સર અને દિલની બીમારીનું જોખમ પણ વધી શકે છે. ખાસ કરીને સ્મોક્ડ મીટ અને પ્રોસેસ્ડ રેડ મીટને વધારે માત્રામાં ખાનારાઓમાં આ જોખમ વધુ માનવામાં આવ્યું છે. એક્સપર્ટ્સ સલાહ આપે છે કે ડાયટમાં માત્ર પ્રોટીન નહીં, પરંતુ ફાઈબરથી ભરપૂર વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ.

ક્યાંથી મળશે શરીરને ફાઈબર?

ફળો, શાકભાજી, ઓટ્સ, ચિયા સીડ્સ, દાળ, ક્વિનોઆ અને આખા અનાજ શરીરને જરૂરી ફાઈબર આપે છે. આની સાથે જ ફાઈબરની માત્રા ધીમે-ધીમે વધારવી જોઈએ અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે, જેથી પેટને લગતી સમસ્યાઓ ન થાય.

- Advertisement -

આ પણ વાંચો: Health News: ગુજરાતમાં અલ્કલાઇન વોટરમાં મળ્યું જરૂર કરતા વધારે ‘ફુલ્વિક એસિડ’, આનાથી કઈ બીમારીઓનું જોખમ? – Newz Cafe

Share This Article