IAS અધિકારીની પત્નીનો આપઘાતનો પ્રયાસ: સારવાર દરમિયાન નીપજ્યું મોત

Reena Brahmbhatt
1 Min Read

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-19 માં રહેતા વરિષ્ટ IAS અધિકારી રણજીતકુમારની પત્નિએ ગઇકાલે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. આ બાદ તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને લીધે તેમને ICUમાં દાખલ કરાયા હતા. તેમનું આજે સવારના સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

death

- Advertisement -

ગઇકાલે ઝેરી દવા પી લીધાની ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે તેમની હાલત ગંભીર હોવાથી કોઇ નિવેદન લઈ શકાયું નહોતું. હાલ સૂર્યાબેનના મોત બાદ મૃતદેહને પોસ્ટમાર્ટમ કરવા સહિતની કાનૂની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

મૃતક મૂળ તમિલનાડુના વતની હોવાથી પોલીસે વતનમાં તેમના પરિજનોને બનાવથી માહિતગાર કર્યા હતા. પરિજનોના આવ્યા બાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે.

- Advertisement -

IAS અધિકારી રણજિતકુમાર ગુજરાત કેડરના 2005 બેચના આઇએએસ છે. હાલ તેઓ ગુજરાત વીજ નિયમન પંચમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેમના પત્નીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે તેનું મોત નિપજતા પોલીસે આ આપઘાત પાછળના કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવને લઈને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

Share This Article