બીટરૂટ પુલાવના ફાયદાઓ જાણો

Reena Brahmbhatt
3 Min Read

હિમોગ્લોબીનની ઉણપ પુરી કરશે આ પુલાવ, ટેસ્ટી અને હેલ્ધી બીટ પુલાવ રેસીપી નોંધી લો
બીટમાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, ફોસ્ફરસ, વિટામિન એ, બી9, સી, ફોલેટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે તેને સુપરફૂડ બનાવે છે. લોહીની ઉણપ ધરાવતા લોકો માટે આ પુલાવ ખાવો જોઈએ, અહીં બીટરૂટ પુલાવ બનાવવાની રેસીપી જાણો

શિયાળા (Winter) લીલા શાકભાજી વધારે છે. આ સીઝનમાં ભૂખ પણ વધારે લાગે છે. આ સીઝનમાં બીટ પણ વધારે જોવા મળે છે તેનો ઉપયોગ મોટેભાગે સલાડમાં કરવામાં આવે છે પરંતુ તે કાચું ખાવું બધાને પસંદ નથી આવતું. તો એવામાં તમે બીટ નાખીને ટેસ્ટી અને હેલ્ધી બીટ રાઈસ અથવા બીટ પુલાવ બનાવી શકો છો. આ બીટ પુલાવ રેસીપી (Beet Pulao Recipe) સરળ છે અને જલ્દી બની જાય છે,

- Advertisement -

બીટમાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, ફોસ્ફરસ, વિટામિન એ, બી9, સી, ફોલેટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે તેને સુપરફૂડ બનાવે છે. લોહીની ઉણપ ધરાવતા લોકો માટે આ પુલાવ ખાવો જોઈએ, અહીં બીટરૂટ પુલાવ બનાવવાની રેસીપી જાણો

બીટ પુલાવ રેસીપી
સામગ્રી
1 કપ -ચોખા
250 ગ્રામ- બીટરૂટ
100 ગ્રામ – વટાણા
1 -ડુંગળી
1- ટામેટા
1/2 ચમચી- લસણની પેસ્ટ
1/2 ચમચી- આદુની પેસ્ટ
2 ચમચી- કોથમીરના પાન
½ કપ- દહીં
થોડો ફુદીનો
8-10- કાજુ
1 તમાલપત્ર
2- લીલી ઈલાયચી
½ ઇંચ- તજ
1 ચમચી- ધાણા પાવડર
1/2 ચમચી- લાલ મરચું પાઉડર
1/2 ટીસ્પૂન- જીરું પાવડર
1/4 ચમચી- હળદર પાઉડર
1/2 ચમચી- ગરમ મસાલો
મીઠું – સ્વાદ મુજબ
આ પણ વાંચો: સવારે નાસ્તામાં ચા અને ટોસ્ટ ખાવા યોગ્ય છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો શરીર પર

- Advertisement -

બીટ પુલાવ રેસીપી
સૌ પ્રથમ ચોખાને સારી રીતે ધોઈને પલાળી લો. આ પછી એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં મસાલો નાખીને ફ્રાય કરો અને પછી કાજુ નાખીને હળવા શેકી લો.
ત્યારબાદ ડુંગળી ઉમેરો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ડુંગળી નાખ્યા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને બરાબર શેકી લો.
પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો. ટામેટાં બરાબર ઓગળી જાય એટલે તેમાં દહીં નાખીને મિક્સ કરો. આ પછી તેમાં બધા મસાલા અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો. અને બીટની મિક્ષરમાં રસ કાઢી લો.
હવે તેમાં વટાણા અને બીટરૂટની ગ્રેવી નાખીને ઢાંકીને થોડીવાર પકાવો અને થઇ જાય એટલે બે કપ પાણી અને મીઠું ઉમેરો. હવે તેમાં પલાળેલા ચોખા, કોથમીર, ફુદીનો નાખીને બંધ પ્રેશર કુકર બંધ કરો.
હવે 1-2 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો અને ત્યાર તમારા ટેસ્ટી અને હેલ્ધી બીટ પુલાવ તૈયાર છે જેને ગરમ ગરમ સર્વ કરો.

રેડ પુલાવ બનાવવા માટે બીટનો ઉપયોગ કર્યો એમ ગ્રીન પુલાવ માટે પાલક, વટાણા અને મેથીની ભાજીનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં આ હેલ્ધી અને ટેસ્ટી પુલાવ અચૂક ટ્રાય કરી શકાય.

- Advertisement -
Share This Article