Weight Loss Tips: સરળ 5 વસ્તુઓ છોડીને 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડવાની ટિપ્સ

Arati Parmar
2 Min Read

Weight Loss Tips: વજન ઘટાડવું એ કોઈપણ વ્યક્તિ માટે પડકારજનક હોઈ શકે છે. પરંતુ વિચારો કે તમે માત્ર 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડવામાં સફળ થઈ જાઓ, અને એ પણ કોઈ મુશ્કેલ ડાયટ અને ભારે વર્કઆઉટ વિના. આવું જ કંઈક ફિટનેસ કોચ અમાકાએ કર્યું છે. હવે સવાલ એ છે કે, તેના વેટ લોસનું સીક્રેટ શું છે? તો તમને જણાવી દઈએ કે, તેનું સીક્રેટ જાદુઈ નથી. તેમના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના ડાયટમાંથી માત્ર પાંચ વસ્તુ હટાવી દીધી. તમને આ સાંભળવામાં ચોક્કસપણે સરળ લાગે છે, પરંતુ તે એટલું જ અસરદાર પણ છે. જો તમે પણ વજન ઘટાડવા માગો છો અને વેટ લોસનો સરળ ઉપાય શોધી રહ્યા છો તો, તેની સ્ટોરી તમને ચોક્કસ મોટિવેટ કરશે. તો ચાલો જાણીએ તેણે પોતાના ડાયટમાંથી શું હટાવી દીધું, જેના કારણે તે આટલી જલ્દી ફીટ થઈ ગઈ.

ખાંડ 

તેણે ખાંડ અને મીઠાઈઓ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. ખાંડ ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે, પણ તેનાથી વજન વધે છે. અમાકાએ મીઠાઈને બદલે ફળો ખાવાનું શરૂ કર્યું.

પેકેજ્ડ ફૂડ

અમાકાએ ચિપ્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને ફ્રોઝન ફૂડ ખાવાનું બંધ કરી દીધું. આમાં હાનિકારક કેમિકલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા નથી.

વાઈટ બ્રેડ અને રાઈસ

અમાકાએ વાઈટ બ્રેડ, રાઈસ અને મેંદો ખાવાનું ટાળ્યું. આ જલ્દી પચી જાય છે અને જલ્દી ભૂખ લાગે છે. તેના બદલે તેણે આખા અનાજ ખાવાનું શરૂ કર્યું.

સ્વીટ ડ્રિંક્સ

તેણે સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ અને ફ્લેવર્ડ મિલ્ક પીવાનું બંધ કરી દીધું. આ બધામાં ખાંડ અને કેલરી વધુ હોય છે. આના બદલે તેણે પાણી, નાળિયેર પાણી અને ઘરે બનાવેલી સ્મૂધી પીવાનું શરૂ કર્યું.

જંક ફૂડ 

અમાકાએ તેના પિઝા, બર્ગર, ફ્રાઈસ અને ફ્રાઈ ફૂડ્સ પણ પોતાના ડાયટમાંથી હટાવી દીધા. આમાં ઘણું તેલ અને મીઠું હોય છે.

અમાકાએ વેટ લોસ ટિપ આપતા કહ્યું કે, વજન એક જ દિવસમાં નથી ઘટી જતો. તમારે દરરોજ થોડો-થોડો સુધારો કરવો પડશે. આ પાંચ વસ્તુઓ છોડવાથી મારા વજનમાં ઘટાડો થયો અને વધુ તાકાત અનુભવવામાં મદદ મળી.

Share This Article