સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સ્ત્રીધન પર માત્ર મહિલાનો અધિકાર

Reena Brahmbhatt
2 Min Read

નવીદિલ્હી,તા.30 : મહિલાનાં સ્ત્રીધન ઉપર ફક્ત ને ફક્ત તેનો જ અધિકાર છે. આ ધનને મહિલાનાં પીયરિયા-પરિવારજનો એટલે કે માતા-પિતા પણ માગી શકતા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી એક કેસની સુનાવણીમાં આ અત્યંત મહત્ત્વની વ્યવસ્થા આપવામાં આવી હતી.

અદાલતે કહ્યું હતું કે, ભલે એક યુવતીને લગ્નમાં તેનાં મા-બાપ તરફથી ઘરેણાં આપવામાં આવ્યા હોય પણ તેને પરત માગી શકાય નહીં. આ ધન ઉપર કેવળ છોકરીનો જ અધિકાર હોય છે. અદાલતે કહ્યું હતું કે, જો મહિલાનાં છૂટાછેડા થઈ જાય તો પણ તેનાં પિતા તેની પાસેથી ત્રીધન પરત માગી શકે નહીં. આ કેસ પી.વીરભદ્ર રાવ નામક શખસનો છે. જેણે પોતાની પુત્રીનાં વિવાહ 1999માં કર્યા હતાં અને ત્યારબાદ તેની દીકરી અને જમાઈ અમેરિકા ચાલ્યા ગયા હતાં. લગ્નનાં 16 વર્ષ બાદ પુત્રીએ તલાકનો કેસ દાખલ કર્યો હતો. અમેરિકાની કોર્ટે 2016માં આ છૂટાછેડાને અનુમતિ પણ આપી દીધી હતી. ત્યાર બાદ 2018માં આ મહિલાએ બીજા વિવાહ કર્યા હતાં.

- Advertisement -

gold bahraini gold bahrain jewelry

ત્રણ વર્ષ બાદ તેનાં પિતાએ તેનાં સાસરિયાઓ સામે એફઆઈઆર કરી હતી. તેણે પોતાની દીકરીનાં જવેરાતની માગણી કરી હતી. આ એફઆઈઆર વિરુદ્ધ પુત્રીનાં પહેલા સાસરિયાનાં લોકોએ તેલંગણ હાઈકોર્ટમાં અરજી કરેલી પણ અદાલતે તેમની અરજી ખારિજ કરી નાખી હતી. હાઈકોર્ટનાં આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને સંજય કરોલની પીઠે પુત્રીનાં સાસુ-સાસરાને રાહત આપી છે. શીર્ષ અદાલતે કહ્યું છે કે, મહિલાનાં પિતાને એવો કોઈ અધિકાર નથી કે તે પુત્રીનાં ત્રીધનને પરત માગી શકે.

- Advertisement -

આવા ધન ઉપર ફક્ત મહિલાનો જ છે. અહીં ત્રીધનનો મતલબ ઘરેણાં અને મહિલાનાં કરિયાવર જેવો થાય છે. અદાલતે કહ્યું હતું કે, આ એક સામાન્ય નિયમ છે અને કાયદો પણ એ વાતને માને છે કે, મહિલા પાસેનાં ત્રીધન ઉપર તેનો જ પૂર્ણ અધિકાર છે. તેમાં કોઈ ભાગ પડાવી શકે નહીં.

- Advertisement -
Share This Article