સ્ત્રીઓમાં વિટામિન બી 12 ઉણપ હોય તો કેવા હશે લક્ષણો? ઉણપ પુરી કરવા શું કરી શકાય?
વિટામિન B12 તે લાલ રક્તકણો બનાવવામાં મદદરૂપ થાય છે જે શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં વિટામિન B12 ની ઉણપ સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે.
Vitamin B12 | શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ વિટામિન્સ, ખનિજો અને પોષક તત્વોની જરૂર હોય છે. તેમાં એક વિટામિન પણ છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. આ વિટામિનનું નામ છે વિટામિન B12. શરીરને વિટામીન B12 ની ઘણી રીતે જરૂર હોય છે. વિટામિન B12 નર્વસ સિસ્ટમની જાળવણી માટે કામ કરે છે. આ વિટામિનથી નર્વ ટ્રાન્સમિશન સારી રીતે થાય છે, મગજ સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.
વિટામિન B12 તે લાલ રક્તકણો બનાવવામાં મદદરૂપ થાય છે જે શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં વિટામિન B12 ની ઉણપ સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. જો મહિલાઓના શરીરમાં વિટામીન B12 ની ઉણપ છે, તો કયા લક્ષણો અને સંકેતો જોવા મળે અને ઉણપને કેવી રીતે ઓળખી શકાય અને આ ઉણપની કમીને કેવી રીતે પુરી શકાય છે, તે અહીં જણાવ્યું છે,
સ્ત્રીઓમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો
સ્કિન પર પીળા નિશાન દેખાવા લાગે : વિટામિન B12 ની ઉણપ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને અસર કરે છે. જેના કારણે શરીર પર પીળાશ દેખાવા લાગે છે. ખાસ કરીને સ્કિન પર પીળા ફોલ્લીઓ અને આંખોમાં પીળાશ આ વિટામિનની ઉણપના લક્ષણોમાં સામેલ છે.
એનિમિયાની સમસ્યા : વિટામિન B12 ની ઉણપ લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને અસર કરે છે. જો નવા રેડ બ્લડ સેલ્સ ન બને તો શરીરમાં એનિમિયા શરૂ થાય છે. લોહીની આ ઉણપને એનિમિયા કહેવાય છે. આવી સ્થિતિમાં એનિમિયા એ વિટામિન B12 ની ઉણપનો મુખ્ય સંકેત છે.
શરીરમાં એનર્જીનો અભાવ : વિટામીન B12 ની ઉણપને કારણે શરીરમાં એનર્જીનો અભાવ પણ અનુભવાય છે. આવી સ્થિતિમાં જો તમને જલ્દી થાક લાગવા લાગે છે, તો સંભવ છે કે તમારામાં વિટામિન B12 ની ઉણપ છે.
મૂડમાં બદલાવ : જો મહિલાઓનો મૂડ વારંવાર બદલાતો રહે છે, તેઓ ક્યારેક ખુશ, ક્યારેક ઉદાસી અને ક્યારેક હતાશા અનુભવે છે, તો તે વિટામિન B12 ની ઉણપને કારણે હોઈ શકે છે. વારંવાર મૂડમાં ફેરફાર થવાનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે.
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા શું કરવું?
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તેના સ્ત્રોતોને ડાયટમાં સામેલ કરી શકાય છે. લાલ માંસ, માછલી, ઈંડા અને દૂધના સેવનથી શરીરને વિટામિન B12 મળી શકે છે. આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે વિટામિન B12 ફોર્ટિફાઇડ ખોરાકનું સેવન પણ કરી શકાય છે. ઘણા એવા અનાજ છે જેમાં વિટામિન B12 સારી માત્રામાં મળી શકે છે. ડાયટ સિવાય વિટામિન B12 સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય છે. વિટામિન B12 ની ઉણપ આ સપ્લીમેન્ટ્સ વડે પૂરી કરી શકાય છે.

