Weight Loss Injection Death: ચેતવણી: વજન ઘટાડવાના “સ્લિમિંગ ઈન્જેક્શન” થી યુકેમાં 216 લોકોના મોત! 1 વર્ષમાં મૃત્યુમાં 300% નો વધારો

Arati Parmar
2 Min Read

Weight Loss Injection Death: ચેતવણી: વજન ઘટાડવાના “સ્લિમિંગ ઈન્જેક્શન” થી યુકેમાં 216 લોકોના મોત! 1 વર્ષમાં મૃત્યુમાં 300% નો વધારો

લંડન – ફિટ અને સ્લિમ દેખાવાના ચક્કરમાં લોકો જે “વજન ઘટાડવાના ઈન્જેક્શન” લઈ રહ્યા છે, તે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.

- Advertisement -

યુકેના સરકારી આંકડા ચોંકાવનારા છે. Mounjaro, Wegovy અને Tirzepatide જેવા ઈન્જેક્શન લેવાથી અત્યાર સુધી 216 લોકોના મોત થયા છે. અને 18,000 થી વધુ લોકોને ગંભીર રિએક્શન આવ્યા છે.

આંકડા શું કહે છે? 300% નો વધારો
– 2024 થી 2025 વચ્ચે આવી દવાઓથી થતા મૃત્યુમાં 300% નો વધારો નોંધાયો છે.
– કુલ મૃત્યુઆંક 2 થી વધીને 84 થયો છે.
– 2010 થી અત્યાર સુધી કુલ 1,10,000 લોકોને પ્રતિકૂળ અસર થઈ છે.
– મોટાભાગના કેસમાં પેનક્રિયાસ અને પેટની સમસ્યા જોવા મળી છે.

- Advertisement -

ડોક્ટર શું કહે છે? ઈન્જેક્શન કેવી રીતે મારે છે?

1. આંતરડા ફાટવાનો ખતરો: આ ઈન્જેક્શનને કારણે આંતરડામાં દબાણ વધે છે. પરિણામે આંતરડામાં કાણા પડી જાય છે. આને મેડિકલ ભાષામાં “પર્ફોરેશન” કહેવાય. આ સ્થિતિમાં સેપ્સિસ થઈને મોત પણ થઈ શકે.
યુકેમાં 73 વર્ષની એક મહિલાનું આ જ કારણથી મોત થયું હતું.
2. પાચન શક્તિ ઘટે: કિંગ્સ કોલેજ લંડનના નિષ્ણાતો કહે છે કે આ દવાથી આંતરડાની ખોરાક પચાવવાની ક્ષમતા ઘટી જાય છે. પેટમાં વેસ્ટ જમા થવાથી આંતરડા ફાટવાનો ખતરો વધે છે.
3. અન્ય સાઈડ ઇફેક્ટ: ગંભીર પેનક્રિયાટાઈટિસ, પેટનો લકવો, ઉલટી, ગભરામણ.

- Advertisement -

શું આ બિઝનેસ છે કે ખતરો?
સ્લિમ દેખાવાના ક્રેઝમાં લોકો ડોક્ટરની સલાહ વગર આ ઈન્જેક્શન લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર “ઝડપથી વજન ઘટાડો” ના દાવા કરીને આ દવાઓ વેચાઈ રહી છે. પણ તેની પાછળ જીવનું જોખમ છે.

નિષ્ણાતોની ચેતવણી: કોઈપણ વજન ઘટાડવાની દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. આ દવાઓ “મેજિક” નથી, તે “ઝેર” પણ બની શકે છે.

Weight Loss Injection Death, Mounjaro Side Effects, Wegovy Risk India, Tirzepatide Death UK, Slimming Injection Danger, 18,000 Serious Reaction, Weight Loss Drug Side Effects, CCPA Warning

Share This Article