આ છે શિયાળાનો સૌથી ગરમ હલવો, સ્વાદમાં ગાજરના હલવો પણ રહી જાય પાછળ
બાજરી બદામ હલવાની રેસીપી ખૂબ જ સરળ છે અને તમે તેને બનાવીને ગમે ત્યારે ખાઈ શકો છો. આ ઈમ્યુનિટી બૂસ્ટર છે, શરીરને ઘણા પોષક તત્વો પૂરા પાડે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
શિયાળામાં લોકો હલવો વધારે ખાય છે. લોકો વિવિધ પ્રકારની વસ્તુઓનો હલવો બનાવે છે અને પછી તેને ખાય છે. જેમ કે શિયાળામાં મોટા ભાગના લોકો ગાજર અને મગ દાળનો હલવો ખાય છે. તમે આના કરતા પણ વધારે ગરમ હલવો બનાવીને ખાઇ શકો છો. આજે આપણે જે હલવાની વાત કરીશું તે બધા જ ગરમ પ્રકૃતિની છે. તેની રેસીપી ખૂબ જ સરળ છે અને તમે તેને બનાવીને ગમે ત્યારે ખાઈ શકો છો. ખાસ વાત એ છે કે તે ઈમ્યુનિટી બૂસ્ટર છે, શરીરને ઘણા પોષક તત્વો પૂરા પાડે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
બાજરી બદામ હલવા સામગ્રી
બાજરી
બદામ
ગોળ
ઈલાયચી
પાણી
ઘી
બાજરી બદામનો હલવો બનાવવાની રીત
બાજરીને શેકી લો અને પછી તેને પીસીને કરકરો લોટ બનાવો.
આ પછી બદામને કાપીને રાખી મૂકો.
ત્યારે તમારે બસ એક કડાઇમાં ઘી નાખવાનું છે
ઘી માં બાજરીનો લોટ ઉમેરો.
દરેક વસ્તુને સારી રીતે શેકીને તેમાં બદામ નાખી દો.
તેનો રંગ ગોલ્ડન થઇ જાય તે રીતે ફ્રાય કરો.
આ પછી તમારે ફક્ત ગોળ ઉમેરવાનો છે અને પછી સારી રીતે ભેળવી દો.
જ્યારે તે સૂકાવા લાગે, ત્યારે તેમાં થોડું વધારે ઘી ઉમેરો અને સારી રીતે પકાઓ.
હલવો તૈયાર થઇ જવા આવે ત્યારે તેમાં એલાઇચી પાવડર ઉમેરો.
હલવાને શેકીને સારી રીતે રાંધો. ત્યારબાદ તેમાં ઘી નાખીને ઢાંકી દો.
આ રીતે તમારો બાજરી બદામનો હલવો તૈયાર થઇ જશે.
આ પણ વાંચો – મેથીના લાડુ : કડવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો રેસીપી
બાજરી બદામનો હલવો શા માટે ખાવો જોઈએ?
બાજરી બદામનો હલવો ખૂબ જ ગરમ હોય છે અને તેને શિયાળામાં ખાવાથી શરીરને પોષક તત્વો મળે છે. આ તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા રહેતી હોય તો આ ગરમા ગરમ હલવો ખાઇને તમે શરીરને ગરમી પૂરી પાડી શકો છો અને અનેક રોગોથી બચી શકો છો. તો આ બધા ફાયદા માટે તમારે બાજરી બદામનો હલવો ખાવો જોઈએ.

