Yogi Adityanath Statement: યોગી આદિત્યનાથનું ખુરશી પર મોટું નિવેદન, અગાઉની સરકારો પર પણ કર્યા પ્રહાર
Yogi Adityanath Statement: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ખૂબ ચર્ચામાં છે. તેમાં મુખ્યમંત્રી યોગી કહે છે, “જે ખુરશી કાલે જવાની છે, તે આજે જતી રહે, મને તેની કોઈ ચિંતા નથી.” મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ માટે વિઝન અને સમય બંને જરૂરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટીની સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું, “2017 પહેલાં શું સરકારો નહોતી? છેલ્લા કેટલાક દિવસોમાં મને શ્રવણ ધામ અને શિવ બાબા ધામમાં પણ જવાનો અવસર મળ્યો હતો. ત્યારે તેઓ કેમ નહોતા જતા? કારણ કે 2017 પહેલાંના મુખ્યમંત્રીઓને ક્યાં ફુરસદ હતી. તેઓ નોઇડા નહોતા જતા, કારણ કે તેમને લાગતું હતું કે ખુરશી સરકી જશે.”
हमने कहा- जो कुर्सी कल जानी है, वह आज चली जाए…
लेकिन जनता के लिए आए हैं, जनता की सुनवाई करेंगे… pic.twitter.com/cLLnJyqbM9
— Yogi Adityanath (@myogiadityanath) August 7, 2026
જે ખુરશી કાલે જવાની છે, તે આજે જતી રહે – મુખ્યમંત્રી યોગી
મુખ્યમંત્રી યોગીએ આગળ કહ્યું, “2017માં જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં પોતે જ ત્યાં જવાનો કાર્યક્રમ બનાવ્યો. ત્યારે મને પણ કહેવામાં આવતું હતું કે ત્યાં જવાથી ખુરશી સરકી જાય છે. અમે કહ્યું કે જે ખુરશી કાલે જવાની છે, તે આજે જતી રહે. પરંતુ અમે જનતા માટે આવ્યા છીએ અને જનતાની વાત સાંભળશું. પહેલાંના લોકો ડરતા હતા કે અમે ત્યાં નહીં જઈએ, કારણ કે ખુરશી જતી રહેશે. પછી જનતાએ તેમની ખુરશીને હંમેશા માટે વિદાય આપી દીધી.”
સંભલમાં સમાજવાદી પાર્ટીના એક ગુંડાએ રમખાણ કરાવવાનો પ્રયાસ કર્યો – મુખ્યમંત્રી યોગી
મુખ્યમંત્રીએ કહ્યું, “આ લોકો બપોરે 12 વાગ્યે ઊંઘમાંથી ઊઠે છે, બે વાગ્યે તેમના માટે ભોજન તૈયાર થશે. ત્યારબાદ તેમના ચચ્ચુ તેમને કંઈક શીખવશે. પછી એક Tweet કરશે અને Gymમાં જશે. Gymમાંથી પાછા આવશે ત્યાં સુધી મહેફિલ જામી જશે. ત્યારબાદ તેમને એ પણ ભાન રહેતું નથી કે તેઓ આ દેશમાં છે કે દેશની બહાર ક્યાંક છે. જેમનાથી પોતે સંભાળાતા નથી, તેઓ 25 કરોડ લોકોને શું સંભાળશે? તેથી જ રમખાણો થતા હતા અને આ રમખાણકારો સામે સમાજવાદી પાર્ટીની સરકાર ઘૂંટણિયે પડી જતી હતી. તમે જોયું હશે કે સંભલમાં સમાજવાદી પાર્ટીના એક ગુંડાએ રમખાણ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર તેને ઘૂંટણિયે લાવીને નાક રગડાવી રહી છે.”
મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદી અને નિતિન નવીન સાથે મુલાકાત કરી
આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયા X પર તસવીરો શેર કરી.
મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “‘નવા ભારત’ના સ્વપ્નદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે આજે નવી દિલ્હીમાં આત્મીય મુલાકાત થઈ. આપનું માર્ગદર્શન મને સુશાસનના માર્ગ પર સતત ગતિશીલ રહેવાની પ્રેરણા આપે છે. અમૂલ્ય સમય આપવા બદલ વડાપ્રધાનજીનો હાર્દિક આભાર.”

