Skincare Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કીન કુદરતી રીતે ગ્લો કરે અને તેના પર કોઈ પણ પ્રકારના ડાઘ-ધબ્બા ન હોય. આ જ ઈચ્છા પૂરી કરવા માટે લોકો જાત-ભાતની મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. તેનું એક મોટું કારણ એ હોઈ શકે છે કે આપણે રાત્રે સૂતા પહેલા કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને નેચરલ ગ્લોને ખતમ કરી દે છે.
શું તમે જાણો છો કે સૂતા પહેલા કરવામાં આવેલી નાની-નાની બેદરકારી પણ સ્કીનને ડેમેજ કરી શકે છે? જો તમે સમયસર આ આદતો સુધારી લો છો, તો તમે માત્ર ત્વચાને થતા નુકસાનથી જ બચાવી શકતા નથી, પરંતુ ગ્લોઈંગ અને હેલ્ધી ત્વચા પણ મેળવી શકો છો. આજે અમે તમને એવી ૫ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રાત્રે સૂતા પહેલા બિલકુલ ન કરવી જોઈએ.
૧. ચહેરો સાફ કર્યા વિના સૂવું: ક્યારેય પણ ચહેરો સાફ કર્યા વિના ન સૂવું જોઈએ. દિવસભરની દોડધામ ભરેલી દિનચર્યામાં ફેસ પર ધૂળ-માટી, પરસેવો અને ગંદકી જમા થઈ જાય છે જેનાથી સ્કીન પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા ફેસવોશ જરૂર કરો. આનાથી તમે પિંપલ્સ અને ખીલથી પણ બચી શકો છો.
૨. મસાલેદાર ખોરાક: રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. તેનાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. જો પેટ ખરાબ હશે તો તમારી સ્કીન પર પિંપલ્સ અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્લોઈંગ ત્વચા માટે સૂતા પહેલા તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળો.
૩. મોડી રાત સુધી મોબાઈલ જોવો: આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો રાત્રે મોડી રાત સુધી મોબાઈલ જોતા રહે છે, જે એક મોટી ભૂલ છે. આ ડિવાઈસમાંથી નીકળતી બ્લૂ લાઈટ સ્કીન માટે નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી ડાર્ક સર્કલ્સ અને કરચલીઓ જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે.
૪. પાણી પીધા વિના સૂવું: ગ્લોઈંગ અને શાઈની સ્કીન મેળવવા માટે હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી પીને જ સૂવું જોઈએ. જો શરીરમાં પાણી ઓછું હશે તો ત્વચા ડિહાઈડ્રેટ થઈ શકે છે અને ડ્રાયનેસનો સામનો કરવો પડી શકે છે. આનાથી સ્કીનની સમસ્યાઓ વધી શકે છે.

