ફ્લાઈટમાં લગેજના નિયમો બદલાયા: ફક્ત એક હેન્ડ બેગ, 7 કિલોથી વધુ વજન ન હોવો જોઈએ

Arati Parmar
3 Min Read

નવી દિલ્હી: હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. બીસીએએસે હેન્ડ બેગેઝ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ 2 મે 2024 બાદ બુક કરવામાં આવેલી ટિકિટો પર લાગૂ થશે. આ ફેરફારના કારણો એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં મોટી ભીડ હોવાનું કહેવાય છે. CISF અને BCASએ મળીને આ નિયમો બનાવ્યા છે. હવે ફક્ત એક હેન્ડ બેંગ લઈ જઈ શકાશે. જેનું વજન અને આકાર મર્યાદિત હશે. અમુક છુટ જૂની ટિકિટો માટે છે. Indigo જેવી એરલાઈન્સે પણ પોતાના નિયમો જણાવ્યા છે.

બીસીએએસ એટલે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ હવાઈ યાત્રીઓ માટે હેન્ડ બેગના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમ્યાન વધતી ભીડને ઓછી કરવા માટે લાવવામાં આવ્યો છે. એરપોર્ટ સુરક્ષા જોનારા સેન્ટ્રલ ઈંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સે બીસીએએસ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, યાત્રી હવે હવાઈ જહાજમાં ફક્ત એક હેન્ડ બેગ લઈ જઈ શકશે. આ નિયમ તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાગૂ પડશે. જો આપની પાસે એકથી વધારે બેગ છે, તો તમારે તેને ચેક ઈન કરાવવું પડશે.

- Advertisement -

શું કહે છે નિયમ

નવા નિયમ અનુસાર, એક હેન્ડ બેગનો વજન 7 કિલોથી વધારે ન હોવો જોઈએ. આ નિયમ ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસના યાત્રીઓ માટે છે. ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસના યાત્રી લગભગ 10 કિલો સુધી હેન્ડ બેગ લઈ જઈ શકશે. બેગનો આકાર પણ નક્કી કરવામાં આવ્યો છે. ઊંચાઈ 55 સેમી, લંબાઈ 40 સેમી અને પહોળાઈ 20 સેમીથી વધારે ન હોવી જોઈએ. કુલ મળીને બેગનું કુલ માપ 115 સેમીથી વધારે ન હોવું જોઈએ. જો આપના બેગ નક્કી કરેલી મર્યાદાથી ભારે હશે તો તમારે વધારે ચાર્જ આપવો પડશે.

- Advertisement -

જો તમે 2 મે 2024થી પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે તો આપને અમુક છુટ મળી શકે છે. ઈકોનોમી ક્લાસના યાત્રી 8 કિલો સુધીનું બેગ લઈ જઈ શકશે. પ્રીમિયમ ઈકોનોમી માટે 10 કિલો અને ફર્સ્ટ તથા બિઝનેસ ક્લાસ માટે 12 કિલો સુધીની છુટ છે. ધ્યાન રહે કે આ છુટ ફક્ત 2 મે 2024 પહેલા બુક કરેલી ટિકિટો પર જ લાગૂ થશે. જો આપ આ તારીખ બાદ પોતાની ટિકિટમાં કોઈ ફેરફાર કરો છો તો આપને નવા નિયમોનું પાલન કરવું પડશે.

ઈંડિગોએ આપી ખાસ સુવિધા

- Advertisement -

ઈંડિગો એરલાઈન્સે પણ પોતાના હેન્ડ બેગેજ નિયમો જણાવ્યા છે. ઈંડિગોના યાત્રી એક કેબિન બેગ લઈ જઈ શકશે, જેનો આકાર 115 સેમીથી વધારે ન હોવો જોઈએ અને તેનો વજન 7 કિલો સુધી હોવો જોઈએ. આ ઉપરાંત એક પર્સનલ બેગ, જેમ કે લેડીઝ પર્સ અથવા નાનું લેપટોપ બેગ પણ લઈ જઈ શકાશે. તેનો વજન 3 કિલોથી વધારે ન હોવો જોઈએ. એટલે કે ઈંડિગો આપને બે બેગ લઈ જવાની સુવિધા આપે છે. એક કેબિન બેગ અને એક પર્સનલ બેગ.

Share This Article