US-Iran Conflict 2026: ઈરાન પર અમેરિકાનો હુમલો હવે નિશ્ચિત! રવિવારે થઈ શકે છે ‘અભૂતપૂર્વ’ એક્શન; સાઉદીએ પણ ટ્રમ્પને આપી લીલી ઝંડી, જાણો મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા

Arati Parmar
5 Min Read

US-Iran Conflict 2026: ઈરાન પર અમેરિકાનો હુમલો થવો હવે નિશ્ચિત થઈ ગયો છે. અમેરિકા અને ઈઝરાયેલના નિર્ણય લેનારા અધિકારીઓ હવે કૂટનીતિની સરહદથી આગળ વધી ગયા છે. ઈરાન ઈન્ટરનેશનલે પશ્ચિમી દેશોના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે હવે મિલિટરી એક્શન લગભગ નક્કી થઈ ગયું છે અને હવે માત્ર ટાઈમિંગને લઈને ચર્ચા ચાલી રહી છે. અમેરિકા તરફથી મળેલા સંકેતોમાં રવિવારે હુમલો થવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ કેટલીક વસ્તુઓ જે દેખાઈ રહી છે તે એ છે કે અમેરિકાએ હવે મિડલ ઈસ્ટ અને ગલ્ફ ઓફ ઓમાન દ્વારા ઈરાનને પૂરી રીતે ઘેરી લીધું છે અને સાઉદી ઈચ્છે છે કે ઈરાન પર એક મોટો હુમલો થાય.

સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી ખાલિદ બિન સલમાને વ્હાઈટ હાઉસમાં એક પ્રાઈવેટ બેઠક દરમિયાન ટ્રમ્પ પ્રશાસનને કહ્યું છે કે જો અમેરિકા હવે હુમલો નથી કરતું તો ઈરાન વધુ શક્તિશાળી થઈ જશે. આ ઉપરાંત ઈરાન ઈન્ટરનેશનલે પશ્ચિમી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવશે, તેના પર ચર્ચા થઈ રહી છે અને આ હુમલો થોડા દિવસો અથવા થોડા અઠવાડિયામાં થઈ શકે છે. સૂત્રોએ કહ્યું છે કે હવે ચર્ચા ઈરાન સાથે વાતચીત દ્વારા કોઈ નવા કરાર પર પહોંચવાની નથી થઈ રહી.

- Advertisement -

ઈરાન પર અમેરિકાનો હુમલો શું નક્કી થઈ ગયો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોકે ગુરુવારે કહ્યું હતું કે તેઓ ઈરાન સાથે વાતચીતની યોજના બનાવી રહ્યા છે. પરંતુ પેન્ટાગોન ચીફ પીટ હેગસેથે કહ્યું કે અમેરિકી સેના, રાષ્ટ્રપતિના કોઈ પણ આદેશને અંજામ સુધી પહોંચાડવા માટે તૈયાર છે. જોકે હવે ઈરાનના તેવર ચોક્કસપણે બદલાઈ ગયા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે તુર્કી પ્રવાસ દરમિયાન પત્રકારોને કહ્યું કે ‘ઈરાન નિષ્પક્ષ અને સમાનતાના આધારે વાતચીત કરવા માટે તૈયાર છે.’ તેમણે કહ્યું કે “ઈરાનને વાતચીતથી કોઈ વાંધો નથી, પરંતુ વાતચીત ધમકીઓના પડછાયામાં ન હોઈ શકે.”

ઈરાન ઈન્ટરનેશનલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે હુમલાનો પ્રાથમિક લક્ષ્ય ઈરાનના ગવર્નિંગ સ્ટ્રક્ચરને વધુમાં વધુ નબળું પાડવાનું, તેને ખતમ કરવાનું અને એક નિર્ણાયક હુમલાથી તેને મોટો ઝટકો આપવાનો છે. આ એક ખૂબ જ વિશાળ સ્તર પર હોઈ શકે છે, જેવું અત્યાર સુધી ઈરાને અનુભવ્યું નથી. સૂત્રોએ કહ્યું છે કે આ ઓપરેશન ‘અભૂતપૂર્વ’ હશે અને તેમણે એ વાત પર ભાર મૂક્યો કે “આ વખતનો હુમલો એવો હશે, જેવો પહેલા ક્યારેય જોયો નથી.” નિર્ણય લેનારા અધિકારીઓએ ઈરાન ઈન્ટરનેશનલને કહ્યું છે કે ‘જીવનમાં આ એક વાર મળનારી તક છે.’

- Advertisement -

તેમણે કહ્યું કે ગયા વર્ષે જૂનમાં થયેલી લડાઈ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ, બંનેએ જોખમ લેવાનું ટાળ્યું હતું અને ઈરાનના શાસનને નિશાન બનાવ્યું ન હતું, પરંતુ આ વખતે અધિકારીઓનો મત આગળ વધવાનો બની ગયો છે. નિર્ણય લેનારા અધિકારીઓનો મત એ છે કે હાલની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે જૂન-૨૦૨૫ની લડાઈમાં અમેરિકાએ ઈરાનના ત્રણ અંડરગ્રાઉન્ડ પરમાણુ ઠેકાણા ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝમાં હુમલો કર્યો હતો. જોકે ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનનું પરમાણુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલકુલ ખતમ થઈ ગયું છે, પરંતુ તેમણે નવો દાવો કરતા કહ્યું કે ‘ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ અને એટલા માટે તેઓ હુમલો કરી રહ્યા છે.’ એવામાં સવાલ એ છે કે જો ઈરાનનું પરમાણુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ચૂક્યું છે, તો પછી આ હુમલાનો હેતુ શું છે?

ઈરાન પર હુમલા પહેલા એલર્ટ પર ઈઝરાયેલ

આ વખતના યુદ્ધમાં ઈઝરાયેલની ભૂમિકા અલગ છે. આ યુદ્ધ અમેરિકા શરૂ કરશે અને ઈઝરાયેલ પોતાની ભૂમિકા ભજવશે. ઈરાન ઈન્ટરનેશનલે જણાવ્યું છે કે ઈઝરાયેલની ભૂમિકા અને તેનો વ્યાપ યુદ્ધની પરિસ્થિતિઓ મુજબ બદલાઈ શકે છે. સૂત્રોએ કહ્યું છે કે ઈઝરાયેલ પૂરી રીતે એલર્ટ છે અને તેની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધ તેઓ શરૂ નથી કરી રહ્યા, પરંતુ જો ઈરાન જેવું જ ઈઝરાયેલ તરફ મિસાઇલ લોન્ચ કરશે, ઈઝરાયેલ એક વિનાશક હુમલો શરૂ કરી દેશે, જેની તૈયારી કરી લેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે “નિર્ણય થઈ ગયો છે અને એકમાત્ર પ્રશ્ન એ છે કે ક્યારે.”

- Advertisement -
Share This Article