Why are Men taller than Women: પુરુષો મહિલાઓ કરતાં ઊંચા કેમ હોય છે? નવી શોધમાં રહસ્ય ખુલ્યું

Arati Parmar
2 Min Read

Why are Men taller than Women: પુરુષો સામાન્ય રીતે મહિલાઓની તુલનાએ 5 ઈંચ લાંબા હોય છે, અને  તેનું કારણ અત્યાર સુધી રહસ્યમય હતું. પરંતુ હવે વિજ્ઞાનીઓએ નવા સંશોધન અભ્યાસમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એક ખાસ જનીન પુરુષોની ઊંચાઈ વધારવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જનીન સ્ત્રીઓમાં સંપૂર્ણપણે સક્રિય હોતા નથી, જ્યારે પુરુષોમાં આ વધુ સક્રિય હોય છે.

સંશોધકોએ અમેરિકા અને યુકેના લગભગ 1 લાખ લોકોના જિનેટિક (આનુવંશિક) ડેટાનું વિશ્લેષણ કરીને ઊંચાઈના તફાવત પાછળના સંભવિત કારણ તરીકે ‘SHOX’ નામના ચોક્કસ જનીનને ઓળખી બતાવ્યું છે.

- Advertisement -

સંશોધનમાં શું જાણવા મળ્યું

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિજ્ઞાનીઓએ તેમના સંશોધનમાં જોયુ કે, જે લોકોમાં વધારાનું Y રંગસૂત્ર હોય છે, તેઓ સ્ત્રીઓ કરતા ઊંચા હોય છે. SHOX જનીન X અને Y બંને રંગસૂત્રો પર જોવા મળે છે, પરંતુ તે પુરુષોમાં Y રંગસૂત્ર પર વધુ સક્રિય હોય છે, જેના કારણે તેમની ઊંચાઈ વધી જાય છે. સ્ત્રીઓમાં એક X રંગસૂત્ર મુખ્યત્વે નિષ્ક્રિય હોય છે, તેથી SHOX જનીન સંપૂર્ણપણે સક્રિય હોતું નથી.

સંશોધન પ્રમાણે આ જનીન પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સરેરાશ ઊંચાઈમાં લગભગ એક ચતુર્થાંશ તફાવત સર્જે છે. બાકીનો તફાવત અન્ય જનીનો અને પુરુષ હોર્મોન્સને કારણે છે. જિનેટિક્સ નિષ્ણાત એરિક સ્કાડેટે આ શોધને ‘ખૂબ જ રોમાંચક’ ગણાવી હતી અને કહ્યું કે, ‘આ સંશોધન એ રહસ્યોને સમજાવવા માટે મદદરુપ થશે, જે અત્યાર સુધી છુપાયેલા રહસ્યો હતા.’

Share This Article