10-hour work shift in Maharashtra: નોકરીના કલાકોમાં મોટો ફેરફાર: મહાયુતિ સરકાર ખાનગી ક્ષેત્રમાં લાવી રહી છે 10 કલાકની શિફ્ટ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

10-hour work shift in Maharashtra : મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના કામના કલાકો 9 કલાકથી વધારીને 10 કલાક કરવા પર વિચાર કરી રહી છે. આ માટે મંગળવારે કેબિનેટની બેઠકમાં ‘મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ, 2017’માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ લાગુ થતાં રાજ્યની દુકાનો, હોટલો અને મનોરંજન સ્થળોના કર્મચારીઓને દરરોજ 10 કલાક કામ કરવું પડી શકે છે.

કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગ દ્વારા પ્રસ્તાવ રજૂ

- Advertisement -

મીડિયા રિપોર્ટ મુજબ, મંગળવારે કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં 2017ના કાયદામાં પાંચ મોટા ફેરફારો કરવાનું વિચારવામાં આવ્યું છે. આ ફેરફારોમાં કામના કલાકો વધારવાનો મુખ્ય પ્રસ્તાવ છે. જોકે, મંત્રીમંડળે આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા માંગી હોવાથી હાલ પૂરતું આ અંગેનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.

હવે 10 કલાક કામ, 6 કલાક પછી બ્રેક ફરજિયાત

- Advertisement -

શ્રમ અધિનિયમની કલમ 12માં સુધારાનો પ્રસ્તાવ છે કે, કોઈ પણ પુખ્ત કર્મચારીને દરરોજ 10 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નહીં મળે. સાથે જ, એક વખતમાં 6 કલાકથી વધુ કામ કરવા પર અડધા કલાકનો વિરામ આપવો ફરજિયાત રહેશે. હાલમાં, આ મર્યાદા 5 કલાકની છે.

ઓવરટાઇમ વધારવાનો પણ પ્રસ્તાવ

- Advertisement -

શ્રમ વિભાગે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઓવરટાઇમનો સમયગાળો ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, એક દિવસમાં મહત્તમ કામ કરવાનો સમય 10.5 કલાકથી વધારીને 12 કલાક કરવાનો અને જરૂરી કામની પરિસ્થિતિમાં આ મર્યાદા પણ હટાવવાનો પ્રસ્તાવ છે.

કઈ કઈ ઓફિસનો આ કાયદામાં સમાવેશ થશે?

આ પ્રસ્તાવ એવી સંસ્થાઓ પર લાગુ પડશે જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે, જ્યારે હાલમાં આ કાયદો 10 કે તેથી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓને લાગુ પડે છે. આમાં મોટી દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો, એમ્યુઝમેન્ટ પાર્ક કે અન્ય મનોરંજન કેન્દ્રો જેવી સંસ્થાઓનો આ કાયદામાં સમાવેશ થશે. જોકે, મંત્રીઓ આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા ઈચ્છતા હોવાથી હાલમાં આ નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે.

 

Share This Article