રાજસ્થાનમાં જોરદાર ગરમી : ફલોદીમાં વિક્રમી 50 ડિગ્રી

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 25 : રાજસ્થાનમાં ભીષણ ગરમીનો દોર જારી છે. દરરોજ તાપમાન નવા વિક્રમ રચી રહ્યું છે.

શુક્રવારે રાજસ્થાનના ફલોદી શહેરમાં તાપમાન 49 ડિગ્રી, જ્યારે શનિવારે તાપમાન 50 ડિગ્રી નોંધાયું હતું. ગરમીથી ફલોદી, બાડમેર, જેસલમેર સહિત વિસ્તારોમાં ગંભીર હાલત સર્જાઈ હતી. 18 જેટલા લોકોનાં મોત થયાં છે. અત્યંત ગરમીના નૌતપાના ગાળાના પહેલાં જ દિવસે 50 ડિગ્રી તાપમાન થવાથી પ્રશાસનની સાથે જનતા પણ પરેશાન છે.

- Advertisement -

109209770

બાડમેરમાં 48.8, જેસલમેરમાં 48, બીકાનેરમાં 47.2, ચુરુમાં 47, જોધપુરમાં 46.9, ગંગાનગરમાં 46.5, કોટામા 46.3 તો જયપુરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમી વચ્ચે રાજસ્થાનમાં વીજળી કાપ અને પેયજળનું સંકટ પણ ઊંડું બન્યું છે. વીજકાપની સમસ્યા દૂર કરવા સરકારે ધોલપુરમાં બંધ પડેલ સયંત્રથી વિદ્યુત ઉત્પાદન શરૂ કર્યું છે, તો પણ જરૂરિયાત મુજબનો પુરવઠો થઈ શકતો નથી. ભીષણ ગરમીને લીધે લૂનો ખતરો વધી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ અત્યાર સુધી હીટ સ્ટ્રોકને લીધે 18 જણનાં મોત નોંધાયાં છે. શુક્રવારે આપત્તિ વ્યવસ્થામાં મંત્રી કિરોડીલાલ મીણાએ 12 મોતની માહિતી આપી હતી. શનિવારે ગરમીથી મોતની સંખ્યાનો આંકડો વધીને 18 સુધી પહોંચ્યો છે.

- Advertisement -
Share This Article