14 February History: 14 ફેબ્રુઆરીનો ઇતિહાસ: વેલેન્ટાઇન ડેની ઉજવણી વચ્ચે પુલવામાના 40 વીરોનું બલિદાન, જે ભારત ક્યારેય નહીં ભૂલે.

Arati Parmar
1 Min Read

14 February History: 14 ફેબ્રુઆરીની વાત આવે એટલે મનમાં સૌથી પહેલા ‘વેલેન્ટાઇન ડે’નો વિચાર આવે છે, પરંતુ ભારત અને વિશ્વના ઇતિહાસમાં આ તારીખનું મહત્વ તેનાથી ઘણું વધારે છે. આ દિવસે ખુશી, સિદ્ધિ અને ભયાનક ત્રાજદી જેવી અનેક ઘટનાઓ બની છે.

પુલવામા આતંકી હુમલો (2019)

- Advertisement -

ભારત માટે 14 ફેબ્રુઆરી એક કાળો દિવસ છે. વર્ષ 2019માં આ દિવસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર CRPF ના કાફલા પર આત્મઘાતી આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં દેશના 40 વીર જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

ભારતના ઇતિહાસની અન્ય મુખ્ય ઘટનાઓ

- Advertisement -

1483: મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરનો જન્મ.

1556: મુઘલ સમ્રાટ અકબરનો જન્મ (કાલાનૌર, પંજાબ).

- Advertisement -

1989: ભોપાલ ગેસ ત્રાજદી માટે જવાબદાર કંપની યુનિયન કાર્બાઈડ હરજાણું ભરવા સંમત થઈ.

1952: ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો જન્મ.

વિશ્વ ઇતિહાસની મહત્વની ક્ષણો

1876: એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનના પેટન્ટ માટે અરજી કરી.

1924: કમ્પ્યુટિંગ-રેકોર્ડિંગ કંપનીનું નામ બદલીને IBM કરવામાં આવ્યું.

1989: GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)નો પ્રથમ સેટેલાઇટ લોન્ચ થયો.

2005: આજે લોકપ્રિય એવા YouTube ની શરૂઆત કરવામાં આવી હતી.

1990: સ્પેસ પ્રોબ વોયેજર-1 દ્વારા પ્રથમ વખત સંપૂર્ણ સોલર સિસ્ટમનો ફોટો લેવામાં આવ્યો, જેમાં પૃથ્વી એક નાના વાદળી બિંદુ જેવી દેખાતી હતી.

Share This Article