22 Naxals Death in Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી એન્ટિ-નક્સલ કાર્યવાહી, બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓનો ખાતમો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

22 Naxals Death in Chhattisgarh: છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે કે, સુરક્ષા દળોએ બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.

અથડામણમાં એક સૈનિક શહીદ

- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુરુવારે (20મી માર્ચ) સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે. જ્યારે ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો છે.

17 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

ઉલ્લેખનીય છે કે, અગાઉ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 17 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બીજાપુરના પોલીસ અધિક્ષક (એસપી) જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, ‘બીજાપુર જિલ્લામાં 17 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓ પ્રતિબંધિત નક્સલી સંગઠનની ગંગાલુર એરિયા કમિટીમાં વિવિધ હોદ્દાઓ પર સક્રિય હતા.’

Share This Article