બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગથી 7 શ્રદ્ધાળુઓના મોત,

Reena Brahmbhatt
1 Min Read

જહાનાબાદ : બિહારના જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વાણાવર પહાડ વિસ્તારમાં બની હતી. આ નાસભાગની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા દળો અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

nash bhag stampede

- Advertisement -

જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી

શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી હતી. ભગવાન શિવના જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ઘાયલ પણ થયા. ઘાયલ ભક્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા

મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા ત્યારબાદ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

- Advertisement -
Share This Article