Gandhi Moplah Rebellion: ગાંધીજીના અહિંસા માટે ડબલ સ્ટાન્ડર્ડ?
હિંદુઓની કતલ થાય તો મરી જાવ પણ પ્રતિકાર નહી કરવાનો
1921નું કેરળનું Moplah (Mappila) બળવો હિંદુઓ સામે થયેલી ગંભીર હિંસા, હત્યા અને બળજબરીના ધર્મપરિવર્તનના આરોપોને કારણે આજે પણ ઐતિહાસિક ચર્ચાનો વિષય છે.
સવાલ એ નથી કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા કે નહીં.
સવાલ એ છે કે તેમની અહિંસા દરેક માટે એકસરખી હતી?
ગાંધીજીએ હિંદુઓને પણ એવી હિંમત રાખવાની વાત કરી હતી કે તેઓ “killing” કર્યા વગર “die” કરી શકે.
અર્થાત્, સામે હિંસા થાય તો પણ પોતે હિંસા ન કરવી—મરી જવું પડે તો પણ!
પરંતુ જ્યારે Moplah હિંસા અંગે વાત આવી ત્યારે ગાંધીજીના લખાણોમાં એક અલગ જ જટિલતા જોવા મળે છે.
તેમણે Moplahsની હિંસાને
“savage, inhuman and irreligious”
કહીને તેની ટીકા કરી હતી.
પરંતુ સાથે જ તેમણે Moplahsને તેમની ધાર્મિક માન્યતા માટે લડનારા “brave God-fearing” લોકો તરીકે પણ વર્ણવ્યા હતા.
તો સવાલ ઊભો થાય છે—
જે હિંસા સામે હિંદુઓને અહિંસાથી મરી જવાની સલાહ આપવામાં આવે,
એ જ સમયે હિંસા કરનારાઓની બહાદુરી અને ધાર્મિક ભાવનાની વાત શા માટે કરવામાં આવે?
જો અહિંસા સર્વ માટે એક જ સિદ્ધાંત હતો,
તો પછી તેની ભાષા અને માપદંડમાં આટલો ફરક કેમ?
ગાંધીજીને મહાત્મા માનનારા લોકો માટે પણ આ સવાલ અસ્વસ્થ કરનારો હોઈ શકે છે.
પરંતુ ઇતિહાસને સમજવાનો અર્થ કોઈને અંધભક્તિથી બચાવવો કે કોઈને અંધવિરોધથી દોષિત ઠેરવવો નથી.
ગાંધીજીના પોતાના શબ્દો વાંચો…
પછી નક્કી કરો—
આ અહિંસાનો અડગ સિદ્ધાંત હતો કે પરિસ્થિતિ પ્રમાણે બદલાતી અહિંસા?
સવાલ ગાંધીજી સામે નહીં,
સવાલ એ વિચાર સામે છે કે “મહાન વ્યક્તિ”ના દરેક નિર્ણયને પ્રશ્નોથી ઉપર રાખવો જોઈએ.
📌 સંદર્ભ: Young India અને ગાંધીજીના સંકલિત લખાણોમાં Moplah બળવો તથા અહિંસા અંગેના નિવેદનો.

