ADR report on Women MPs MLSs-Criminal Cases: દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

ADR report on Women MPs MLSs-Criminal Cases: દેશના રાજકારણને સ્વચ્છ કરવાના આશયથી કલંકિત નેતાઓને દૂર કરવાની સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે ચૂંટણીમાં મહિલા અનામત કાયદો પણ પસાર કરવામાં આવ્યો. જો કે, હાલના એક રિપોર્ટ મુજબ કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી. દેશમાં 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે.

28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ

- Advertisement -

દેશમાં નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી સ્વયંસેવી સંસ્થા એડીઆરના રિપોર્ટમાં જણાવાયું કે, દેશમાં 17 મહિલા સાંસદ અને ધારાસભ્યોએ પોતાને અબજોપતિ જાહેર કરી છે જ્યારે 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6 જ્યારે રાજ્યસભામાં 37 માંથી 3 અને રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી 8 અબજોપતિ છે.

કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી : ADRના રિપોર્ટ

- Advertisement -

દેશમાં વર્તમાન કુલ 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 એ રજૂ કરેલા સોગંદનામાના આધારે એડીઆર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે 143 એટલે કે 28% મહિલા સાંસદો અને ધારાસભ્યોએ તેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપો પણ છે

- Advertisement -

રિપોર્ટ મુજબ લોકસભાના 75 મહિલા સાંસદોમાંથી 32% એટલે કે 24, રાજ્યસભાનાં 37 માંથી 10 એટલે કે 27% અને 400 મહિલા ધારાસભ્યોમાંથી 109 એટલે કે 27%નો 143 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાં સમાવેશ થાય છે. આ સિવાય કુલ 78 મહિલા સાંસદો-ધારાસભ્યો પર હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યાં છે, તેમાં લોકસભાનાં 14(19%), રાજ્યસભાનાં 7 (19%) અને 57 મહિલા ધારાસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસમાં બિહાર ટોચ પર

રિપોર્ટ મુજબ કેટલાક રાજ્યોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં મહિલા સાંસદોની સંખ્યા ઘણી વધુ છે. બિહાર સંભવતઃ સૌથી વધુ 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે. બિહારમાં 35માંથી 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે.

ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો વિરુદ્ધ કેસ

પક્ષની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો છે, જેમાંથી 23% સામે ક્રિમિનલ કેસ છે. કોંગ્રેસમાં કુલ 83 મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી 34% પર ક્રિમિનલ કેસ છે. એ જ રીતે ટીડીપીમાં 65%, આમ આદમી પાર્ટીમાં 69% સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ મહિલા સાંસદ-ધારાસભ્ય ધનકુબેર

દેશમાં કુલ 512 મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ. 10,417 કરોડ છે, જેમાં પ્રત્યેક મહિલા નેતાની સરેરાશ સંપત્તિ રૂ. 20.34 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ 24 મહિલા સાંસદ-ધારાસભ્ય ધનકુબેર છે, જેમની સરેરાશ સંપત્તિ રૂ. 74.22 કરોડ છે.

આ સિવાય મહિલા સાંસદો-ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો 71% સ્નાતક છે અથવા ઊચ્ચ ડિગ્રી ધરાવે છે. 24% એ ધો. 5થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 12 મહિલા સાંસદો-ધારાસભ્યો પાસે ડિપ્લોમાની ડિગ્રી છે. અન્ય 12 નેતાઓ પોતાને માત્ર સાક્ષર ગણાવ્યા છે.

Share This Article