Ajmer Fire Broke In Hotel: અજમેરમાં ભીષણ હોટેલ આગ: 4નાં મોત, લોકો જીવ બચાવવા બારીઓમાંથી કૂદી પડ્યા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ajmer Fire Broke In Hotel: ભીષણ ગરમીની શરૂઆત થતાં જ આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. આજે રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા છે. હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા.

એક બાળકનું મોત

- Advertisement -

આજે ગુરૂવારે સવારે ડિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસ ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર્સ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે. તેઓએ બેભાન થઈ ગયેલા પાંચ લોકોને બચાવ્યા છે. બે મહિલાઓ આગમાં દાઝતાં ઈજાગ્રસ્ત થઈ છે. એક મહિલા ફાયર ફાઈટર પણ આગની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી.

શોર્ટ સર્કિટના લીધે લાગી આગ

- Advertisement -

એડિશનલ એસપી હિમાંશુ જાંગિડે જણાવ્યું હતું કે, હોટલ સુધી પહોંચવા માટેનો રસ્તો સાંકડો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

પાંચમા માળેથી લોકો કુદ્યા

- Advertisement -

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, અચાનક મોટો ધડાકો થતાં હું અને મારી પત્ની બહાર આવ્યા. લોકો હોટલની બહાર ઉભેલા લોકોને પોતાના બાળકો ફેંકી આપી રહ્યા હતા. એક મહિલાએ બારીમાંથી પોતાનું બાળક નીચે ફેંક્યું હતું. જેમાં નીચે ઉભેલા એક વ્યક્તિએ તેને પકડીને બચાવ્યું હતું. બચાવ કામગીરીમાં પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. અન્ય એક વ્યક્તિ પાંચમા માળની બારીમાંથી કૂદી પડતાં માથા પર ઈજા થઈ છે.

Share This Article