પહેલાં ભેટયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન મોદીનું જ નામ ભૂલી ગયા

Reena Brahmbhatt
1 Min Read

વોશિંગ્ટન, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આલિંગન આપીને ભલે ભાવભેર આવકાર્યા હતા, પરંતુ ક્વાડ શિખર મંત્રણા બાદ એક કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન મોદીનું જ નામ ભૂલી ગયા હતા. સર્વાઈકલ કેન્સર અંગેના કાર્યક્રમમાં મોદીને મંચ પર આમંત્રિત કરવાના હતા, તે જ વખતે બાયડનની યાદશક્તિ ચાલી ગઈ. થોડીક સેકન્ડ સુધી મોદીનું નામ યાદ કરવાની કોશિશ કરી, પરંતુ નામ યાદ નહીં આવતાં બાયડને બાજુમાં ઊભેલા સંચાલક અધિકારીને ચીડાઈને પૂછયું હતું કે, હવે કોને બોલાવવાના છે ? ત્યારબાદ અધિકારી વડાપ્રધાન મોદી તરફ ઈશારો કરે છે, એટલે ખુરશી પરથી ઊભા થતાં મોદીને સ્ટાફ મંચ પર તેડી આવે છે. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો હતો.

HU6EEwRb modi biden

- Advertisement -
Share This Article