વર્ષોના ઘર્ષણની સ્થિતિ બાદ આખરે ભારત-ચીન વચ્ચે મીઠાશ

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 31 : ચાર વર્ષ સુધી ઘર્ષણની સ્થિતિ બાદ આખરે તાણનો અંત આવતાં ભારત અને ચીનની સેનાઓએ ગુરૂવારે દિવાળીની ઉજવણી સાથે મળીને કરતાં પરસ્પરને મીઠાઈ આપી હતી. પૂર્વ લદાખમાં હોટસ્પ્રિંગ્સ, કારાકોરમ પાસ, દૌલતબેગ ઓલ્ડી, કોંગકલા અને ચુશુલમેકડોપાસની નિયંત્રણ રેખા પર બન્ને દેશના જવાનોએ એકમેકને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા આપી હતી.

લોહિયાળ લડાઈ લડનાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સુમેળભર્યાં દૃશ્યો બતાવતી તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે બેય દેશના સૈનિકોએ સીમાઓ પરથી પાછળ હટવાની પ્રક્રિયા પુર્ણ કરી છે.

- Advertisement -

વાસ્તવિક નિયંત્રણ રેખાએ સ્થિત પાંચ પોઈન્ટ પર બન્ને દેશની સેનાઓના જવાનો અધિકારીઓએ એકમેકને મીઠું મોં કરાવ્યું હતું. બન્ને દેશની સેનાઓએ સંયમપુર્વક વર્તીને ઘર્ષણના સ્થળો દેપસાંગ અને ડેમચોકમાંથી પાછા હટવાની પ્રક્રિયા પુર્ણ કરી ચાર વર્ષથી જારી ગતિરોધ ખતમ કરવાની દિશામાં મોટી સફળતા મેળવી છે.

- Advertisement -
Share This Article