Allahabad High Court Live-In Verdict: પરિણીત હોવા છતાં બીજા સાથે લાઈવ-ઈન… હવે ગુનો નથી? તો શું આ ઓપન મેરેજ જેવી સ્થિતિને જન્મ આપશે?

Arati Parmar
2 Min Read

Allahabad High Court Live-In Verdict: પરિણીત હોવા છતાં બીજા સાથે લાઈવ-ઈન… હવે ગુનો નથી? તો શું આ ઓપન મેરેજ જેવી સ્થિતિને જન્મ આપશે?

અલ્હાબાદ હાઈકોર્ટના એક તાજેતરના ચુકાદાએ લગ્ન અને લાઈવ-ઈન રિલેશનશિપને લઈને મોટી ચર્ચા ઊભી કરી છે.

- Advertisement -

સવાલ એ છે કે,

જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે પરિણીત છે, તેનું પહેલું લગ્ન હજુ તૂટ્યું નથી અને તે છતાં બીજી પુખ્ત વ્યક્તિ સાથે લાઈવ-ઈનમાં રહે છે, તો શું માત્ર આ કારણસર તેને ગુનેગાર ગણાવી શકાય?

- Advertisement -

અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના માર્ચ 2026ના એક ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બે પુખ્ત વ્યક્તિઓ પરસ્પર સંમતિથી લાઈવ-ઈનમાં રહે છે એટલા માત્રથી તે સંબંધ પોતે ગુનો બની જતો નથી.

એટલે ચર્ચાનો મહત્વનો મુદ્દો છે

- Advertisement -

“પરિણીત હોવા છતાં લાઈવ-ઈન રહેવું” માત્ર આ કારણસર ગુનો નથી.

પરંતુ તેનો અર્થ એ નથી કે પહેલું લગ્ન આપોઆપ સમાપ્ત થઈ જાય છે કે બીજી વ્યક્તિ સાથેનું લાઈવ-ઈન કાયદેસર લગ્ન બની જાય છે.

તો પછી સમાજમાં શું ઉદાહરણ બેસશે?

ઓપન મેરેજમાં પતિ-પત્ની બંનેની સંમતિથી લગ્નની બહારના સંબંધોને સ્વીકારવામાં આવે છે.

અહીં લગ્ન ચાલુ + બીજી વ્યક્તિ સાથે લાઈવ-ઈન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

તો સવાલ એ છે,

જો લગ્ન તોડ્યા વગર બીજી વ્યક્તિ સાથે લાઈવ-ઈનમાં રહેવું માત્ર એટલા કારણે ગુનો નથી, તો શું ધીમે ધીમે આ ઓપન મેરેજ જેવી સામાજિક સ્વીકૃતિ તરફનો રસ્તો ખોલશે?

લગ્નવ્યવસ્થાની મર્યાદા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની રેખા આખરે ક્યાં ખેંચાશે?

તમારું શું માનવું છે?

Share This Article