ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિમાં મહત્ત્વનો નિર્ણય, ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી શકશે

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 28 : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેલૈયાઓ મોડે સુધી મન મૂકીને ગરબે રમી શકશે. એટલું જ નહીં વેપારીઓ પણ મોડી રાત સુધી ધંધો કરી શકશે. આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિગતો આપી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડી રાત સુધી ગરબા કરી શકે સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ આ બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે. સાથે સાથે ખેલૈયાઓ અને આયોજકોને પણ ખાસ વિનંતી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એ રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેઓ મને પૂર્ણ વિશ્વાસ છે. નોંધનીય છે કે દરમિયાનમાં અમદાવાદમાં કોઇ દુર્ઘટના ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે ગાઇડલાઇન જાહેર કરી છે.

- Advertisement -

bhupendra

જેનું દરેક આયોજકે પાલન કરવાનું રહેશે. જેમાં પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડાં પહેરીને ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ગરબા સ્થળે કોઇ પણ વ્યક્તિ બેગ કે અન્ય ચીજ લઇ શકશે નહી. આ સહિતના 30 નિયમની ગાઇડલાઇન પોલીસે બહાર પાડી છે.

- Advertisement -
Share This Article