Anil Ambani CBI FIR: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, CBIએ PNB છેતરપિંડી કેસમાં નોંધી FIR, લગાવી આ કલમો

Arati Parmar
2 Min Read

Anil Ambani CBI FIR: સીબીઆઈએ (CBI) ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani) વિરુદ્ધ આઈપીસીની કલમ-420 અને 120બી હેઠળ ગુનો નોંધ્યો છે. આ એફઆઈઆર પંજાબ નેશનલ બેંક (PNB) ના ચીફ મેનેજર સંતોષકૃષ્ણ અન્નાવરપુની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ, 2013 થી 2017 વચ્ચે અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (Reliance Communications) ના અન્ય તત્કાલીન અધિકારીઓ સાથે મળીને પીએનબી સાથે 1085 કરોડ રૂપિયા ની છેતરપિંડી કરી હતી.

પંજાબ નેશનલ બેંકના ગંભીર આક્ષેપો

પંજાબ નેશનલ બેંકનો આરોપ છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે 1085 કરોડ રૂપિયાની લોન એવા ઈરાદાથી લીધી હતી કે તેને પરત કરવામાં આવશે નહીં. બેંકે એવો પણ આક્ષેપ કર્યો છે કે કંપનીએ બેંક પાસેથી લીધેલા ફંડને જાણીજોઈને બીજી જગ્યાએ ડાયવર્ટ (વળતર) કરી દીધું હતું. આરોપ છે કે અનિલ અંબાણીએ બેંકના નાણાંનો દુરુપયોગ કરી છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત (ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ) કર્યો છે. એફઆઈઆરમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, અનિલ અંબાણી અને મઝારી કાકર સહિત અન્ય કેટલાક અજાણ્યા વ્યક્તિઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

EDની કાર્યવાહી અને મિલકતોની જપ્તી

આ અગાઉ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર કંપનીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) સાથે જોડાયેલા બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવ્યા હતા.

  • બંગલાની જપ્તી: નોંધનીય છે કે 25 ફેબ્રુઆરીએ EDએ અનિલ અંબાણીની મુંબઈના પાલી હિલ સ્થિત રહેણાંક મિલકત ‘અબોડ’ (Abode) ને કામચલાઉ ધોરણે જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 3,716.83 કરોડ રૂપિયા છે.

  • કુલ જપ્તી: આ ગ્રુપ સાથે જોડાયેલી અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ મિલકતોનું મૂલ્ય 15,700 કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે.

- Advertisement -
Share This Article