Aurangzeb Tomb Controversy: ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો: PIL દાખલ, મકબરો હટાવવાની માંગ ઉઠી!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Aurangzeb Tomb Controversy: મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે કારણ કે, તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ 1958ની કલમ 3 સાથે અનુરૂપ નથી.

ઔરંગઝેબ ફરીથી ચર્ચામાં કેવી રીતે આવ્યો?

- Advertisement -

અહેવાલો અનુસાર, તાજેતરમાં બોલિવૂડ ફિલ્મ ‘છાવા’ રિલીઝ થઈ હતી, જેમાં છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેના હિંસક સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા લોકોને ખબર પડી કે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી હતી. ઔરંગઝેબે સંભાજીના નખ કાઢી નાખ્યા અને તેમની આંખો કાઢી નાખી. ઔરંગઝેબ આનાથી પણ સંતુષ્ટ ન થયો અને તેણે સંભાજીની જીભ કાપી નાખી. તે ઇચ્છતો હતો કે સંભાજી ઇસ્લામ સ્વીકારે, જે તેમણે ન કર્યું.

ફિલ્મ જોયા પછી, જ્યારે લોકોને સંભાજી વિશે માહિતી મળી, ત્યારે તેમને ખબર પડી કે ઔરંગઝેબે તેમની સાથે ખૂબ જ ક્રૂર વર્તન કર્યું હતું. હતું. નોંધનીય છે કે, છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા.

- Advertisement -

ઔરંગઝેબની કબર દૂર કરવાનો મુદ્દો કેવી રીતે ઊભો થયો?

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના નિવેદનને કારણે આ મુદ્દાએ વેગ પકડ્યો. ‘છાવા’ ફિલ્મ રિલીઝ થયા પછી તેમણે ઔરંગઝેબને એક સારા રાજા તરીકે વર્ણવ્યા હતા. જો કે, બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ. આ કામ કાયદાના દાયરામાં થવું જોઈએ. પાછલી કોંગ્રેસ સરકારે ઔરંગઝેબની કબર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને સોંપી દીધી હતી.’

- Advertisement -

 

 

 

Share This Article